ચકચાર@ડીસા: અનાજ લેવાની રજૂઆત કરવા ગયા, આરોપી બની પાછા ફર્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ લોકડાઉન દરમ્યાન રાશન લેવાની દોડધામ મચી છે. જેમાં ડીસા તાલુકામાં અનેકને સિક્કા વગર અનાજ નહિ મળતાં રજૂઆત કરવા ગયા હતા. જેમાં મામલતદાર કચેરી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે હોબાળો મચી ગયો હોઇ પોલીસ બોલાવવી પડી હતી. સમગ્ર ઘટનાક્રમમાં જાહેરનામાનો ભંગ થતો હોઇ ફરિયાદ થઇ છે.
 
ચકચાર@ડીસા: અનાજ લેવાની રજૂઆત કરવા ગયા, આરોપી બની પાછા ફર્યા

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉન દરમ્યાન રાશન લેવાની દોડધામ મચી છે. જેમાં ડીસા તાલુકામાં અનેકને સિક્કા વગર અનાજ નહિ મળતાં રજૂઆત કરવા ગયા હતા. જેમાં મામલતદાર કચેરી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે હોબાળો મચી ગયો હોઇ પોલીસ બોલાવવી પડી હતી. સમગ્ર ઘટનાક્રમમાં જાહેરનામાનો ભંગ થતો હોઇ ફરિયાદ થઇ છે. આવી સ્થિતિમાં રજૂઆત કરવા ગયેલા છેવટે આરોપી બની પરત ફર્યા છે. નાયબ મામલતદારે 5 વ્યક્તિન નામજોગ સહિત 20 વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@ડીસા: અનાજ લેવાની રજૂઆત કરવા ગયા, આરોપી બની પાછા ફર્યા

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં સરકારી અનાજના વિતરણને લઇ શુક્રવારે હોબાળો મચી ગયો હતો. કેટલીક બાબતે વિસંગતતાઓ હોઇ સંચાલકો દ્વારા અનેક પરિવારોને રાશન મળતું નથી. આથી વ્યક્તિગત રીતે રજૂઆત કરવા ગયા હતા. જેમાં ગણતરીના કલાકોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા બાદ મામલો ગરમાયો હતો. ભારે શોરબકોર વચ્ચે પોલીસ આવી રજૂઆતકારોને ખસેડ્યા હતા. જોકે આ પછી નાયયબ મામલતદારે બચુભાઇ રાયચંદ ઠક્કર, ઇકબાલ શમશેરભાઇ પઠાણ, નટુભાઇ ચમનભાઇ માળી, અયુબ નૂરમોહમદ કુરેશી અને વિપુલ બંસીલાલ મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

ચકચાર@ડીસા: અનાજ લેવાની રજૂઆત કરવા ગયા, આરોપી બની પાછા ફર્યા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકડાઉનમાં સરકાર દ્રારા દરેક લોકોને મફતમાં સરકારી અનાજ આપવાનું ચાલુ છે. જોકે દુકાનદારો બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને જ સરકારી અનાજ આપતા હોવાથી આક્ષેપો બાદ લોકો મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જ્યાં રેશનકાર્ડમાં સિક્કો મરાવવાનો હોવાથી લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે નાયબ મામલતદાર દિનેશચંદ્ર મોદીએ તમામ સામે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાવી છે. આવી સ્થિતિમાં રજૂઆત બાજુંમાં રહી અને આરોપી બનીને પરત ફરવાની નોબત આવી છે.