ચકચાર@દિલ્હી: કોર્ટમાં ફાયરિંગ કરી ગેંગસ્ટરની હત્યા, 2 હુમલાખોરોના પણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દિલ્હીની રોહિણી કોર્ટના પરિસરમાં આજે શુક્રવારે બપોરે ફાયરિંગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે બપોરના સમયે બનેલી ઘટનામાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. ત્યારબાદ કોર્ટ પરિસરમાં પણ ફાયરિંગ થવા પામ્યું હતું. જોકે તે ઘટનામાં હુમલાખોરોને મારી નાંખવામાં આવ્યા છે. અટલ સમાચાર આપના
 
ચકચાર@દિલ્હી: કોર્ટમાં ફાયરિંગ કરી ગેંગસ્ટરની હત્યા, 2 હુમલાખોરોના પણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દિલ્હીની રોહિણી કોર્ટના પરિસરમાં આજે શુક્રવારે બપોરે ફાયરિંગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે બપોરના સમયે બનેલી ઘટનામાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. ત્યારબાદ કોર્ટ પરિસરમાં પણ ફાયરિંગ થવા પામ્યું હતું. જોકે તે ઘટનામાં હુમલાખોરોને મારી નાંખવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરો વકીલના ડ્રેસમાં પરિસરમાં આવ્યા હતા. બે હુમલાખોરોએ ગેન્ગસ્ટર જિતેન્દ્ર ગોગી પર હુમલો કર્યો હતો. સ્પેશિયલ સેલની ટીમ જયારે જિતેન્દ્ર ગોગીને કોર્ટ રૂમમાં લઇ જતી હતી તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી. માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીની ટીલ્લુ ગેંગે જિતેન્દ્રની હત્યા કરી છે. જેમાં બે હુમલાખોરો પણ મોતને નીપજ્યા છે.જેમાંથી એક રાહુલ છે કે જેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ લાગેલું હતું.