આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે દેવભૂમી દ્વારકામાં એક પરિવારના મોભીને કાળમુખો કોરોના ભરખી ગયો હતો. જે બાદમાં પરિવારના મોભીના મોતના આઘાતમાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ બાદ મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક જ પરિવારમાં ચાર ચાર મોતથી સમગ્ર દ્વારકા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દ્વારકામાં જયેશભાઈ જૈન નામના વ્યક્તિનું ગઈકાલે કોરોનાથી નિધન થયું હતું. જે બાદમાં આખો પરિવાર ઊંડા આઘાતમાં હતો. પરિવારના મોભી ગુમાવ્યા બાદ પરિવાર સર્વસ્વ ગુમાવ્યાની લાગણી અનુભવતો હતો. મોભીના નિધનના આઘાતમાં આજે મૃતક જયેશબાઈના પત્ની અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરિવાર ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જૈન પરિવારના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. આ સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને વધારે તપાસ શરૂ કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code