ચકચાર@ફતેપુરા: આરોગ્ય કેન્દ્રમાં નર્સની એકલતાનો લાભ લઈ નેતાજીની જબરજસ્તી, હવે સમાધાનનુ દબાણ

 
ફતેપુરા
પિડીત મહિલા તાત્કાલિક ધોરણસરના પગલાં લે તેવી નેતાના હરિફોમા દોડધામ છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ફતેપુરા તાલુકામાં આવેલા એક ગામમાં ચૂંટણીના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે એકલતાનો લાભ લઈ નેતાજીએ શારીરિક સંતોષની ચોંકાવનારી હરકત કર્યાનુ ચકચાર મચી છે. નાનકડા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં મહિલા નર્સબેન અને એકાદ અન્ય મહિલા સિવાય કોઈ નહોતું ત્યારે કથિત દુષ્કર્મ થયાની વાત છે. જેમાં પંચાયતના એક નેતા અને કરોડપતિ એવા ઈસમે કથિત ઘટનાને અંજામ આપી હવે સમાધાન કરવા,કરાવવા અને મામલો થાળે પાડવા દોડધામ કરી છે. આ બાબતે જાગૃત નાગરિકો, આગેવાનો, ભૂતપૂર્વ સરપંચ સહિતનાઓ કોઈપણ સંજોગોમાં કાર્યવાહી થાય તે માટે મથામણ કરી રહ્યા છે. આ તરફ કથિત પિડિત નર્સબેનની બિન આક્રમક માનસિકતા અને રાજકીય પાવરના ઓથા હેઠળ નેતાજી દુષ્કર્મી છતાંય બેફિકર છે. જાણીએ સમગ્ર અહેવાલ.


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક રાજકીય પાવર ધરાવતાં ગામમાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે. અહિં મહિલા નર્સની સુંદરતા જોઈ છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક નેતા અને કરોડપતિ એવા ઈસમની બૂરી નજર હતી. જોકે તેની કોઈ જાણકારી આ ભોળાં મહિલા નર્સને નહોતી પરંતુ 26 એપ્રિલની ચૂંટણીના એકાદ બે દિવસ પહેલા ખરાં ઉનાળાની બપોરે બિલ્લી પગે આ નેતા આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ગયા હતા. જ્યાં મહિલા નર્સબેનની એકલતાનો લાભ લઈ કથિત જબરદસ્તી કરી કથિત દુષ્કર્મ, છેડતી, શારિરીક અડપલા કર્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી ડઘાઇ ગયેલા મહિલા નર્સે તુરંત પરિવારને જાણ કરી હતી. વાંચો આગળ.

ઘટનાને પગલે મહિલા નર્સ અને તેમના પરિવારે લાગતાં વળગતાને જાણ કરી તો તેની ખબર ગામના નેતાને પડી એટલે મામલો દબાવવા પ્રયત્નો શરૂ કર્યા છે. આ નેતા પંચાયતના ચૂંટાયેલા હોવા છતાં, પંચાયતનો હોદ્દો ધરાવતા હોવા છતાં કેમ મહિલાની આબરૂ ઉપર ગયા તેની ગામમાં ચકચાર છે. આથી કાર્યવાહી થાય અને ના થાય તેવી બે તાકાતો કામે લાગી છે ત્યારે કથિત પિડીત મહિલા તાત્કાલિક ધોરણસરના પગલાં લે તેવી નેતાના હરિફોમા દોડધામ છે. આ અંગે ફતેપુરા તાલુકાના આગેવાન રામુભાઇ, થાનુભઇ, બારીયાભાઇ સહિતનાએ ઘટનાં ખોટી બની હોઈ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જોકે આ કરોડપતિ નેતા પૈસા અને પાવરના જોરે કુદતા હોઈ મહિલા કંઈ નહિ કરે તેવી શેખીમાં રાચી રહ્યા છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં મોટો ઘટસ્ફોટ જાણવા પ્રયત્ન કરીએ.