ચકચાર@હિંમતનગર: કોવિડ સેન્ટરમાંથી પોઝિટીવ આરોપી બાથરૂમની બારીમાંથી ફરાર, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગર તાલુકાના ગામેથી કોવિડ સેન્ટરમાંથી કોરોના પોઝિટીવ આરોપી નાસી છુટ્યો હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે રાત્રે કોવિડ પોઝિટીવ આરોપી ઉલ્ટી થવાનું બહાનુ કરી બાથરૂમમાં ગયો હતો. જે બાદમાં બારીની ગ્રીલ તોડી ડ્રેનેજ પાઇપથી નીચે ઉતરી નાસી છુટ્યો હતો. સમગ્ર મામલે ફરજ પરના પોલીસ કર્મચારીએ ફરાર ઇસમ સામે પોલીસ ફરીયાદ
 
ચકચાર@હિંમતનગર: કોવિડ સેન્ટરમાંથી પોઝિટીવ આરોપી બાથરૂમની બારીમાંથી ફરાર, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગામેથી કોવિડ સેન્ટરમાંથી કોરોના પોઝિટીવ આરોપી નાસી છુટ્યો હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે રાત્રે કોવિડ પોઝિટીવ આરોપી ઉલ્ટી થવાનું બહાનુ કરી બાથરૂમમાં ગયો હતો. જે બાદમાં બારીની ગ્રીલ તોડી ડ્રેનેજ પાઇપથી નીચે ઉતરી નાસી છુટ્યો હતો. સમગ્ર મામલે ફરજ પરના પોલીસ કર્મચારીએ ફરાર ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ સાથે પોલીસની ટીમ ફરાર કોરોના પોઝિટીવ આરોપીને શોધવા કામે લાગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના સવગઢની સમરસ હોસ્ટેલ પાણુપુર પાટીયાના કોવિડ સેન્ટરમાંથી પોઝિટીવ દર્દી ભાગી જવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હિંમતનગર બી ડીવીઝનના પોક્સો સહિતના ગુનાના આરોપી મૌસીનખાન કાદરખાન પઠાણનો હિંમતનગર સબજેલમાં કોરોના રીપોર્ટ તા.૧૪ એપ્રિલના રોજ પોઝિટીવ આવ્યો હતો. જે બાદમાં તેને સમરસ બોયસ હોસ્ટેલ સવગઢ ખાતે રીફર કરાયો હતો. આ દરમ્યાન શુક્રવારે રાત્રે દોઢેક વાગે આરોપી દર્દીને ઉલ્ટી થતી હોવાનું કહી બાથરૂમમાં ગયો હતો. જ્યાંથી તે બારીની ગ્રીલમાંથી નાસી છુટ્યો હોવાની ઘટના સામે આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોના પોઝિટીવ આરોપી સારવાર વચ્ચે કોવિડ સેન્ટરમાંથી નાસી છુટ્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. શુક્રવારે રાત્રે નાસી છુટેલાં આરોપીને શોધવા ફરજ પરના કર્મચારીઓએ તપાસ કરવા છતાં મળ્યો ન હતો. સમગ્ર મામલે હે.કો. રજનીકાન્ત પરમારે ફરાર આરોપી સામે હિંમતનગર રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ સામે આઇપીસી 224, 269, 270, 188, મહામારી અધિનિયમની કલમ 3, ગુજરાત એપેડેમિક ડીસીઝ 13(ii) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.