ચકચાર@હિંમતનગર: ATMમાંથી પૈસા કાઢી આપી કાર્ડ બદલ્યું, કાકાના 4.88 લાખ ખેંચી લીધા

અટલ સમાચાર, હિંમતનગર કોરોના મહામારી વચ્ચે હિંમતનગરમાં વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલી અજાણ્યા શખ્સે 4.88 લાખ ઉપાડી દીધાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ 65 વર્ષિય વૃધ્ધ પોતાનું એટીએમ કાર્ડ લઇ પૈસા ઉપાડવા ગયા હતા. જ્યાં કોઇ કારણસર પૈસા નહીં ઉપડતાં અચાનક એક અજાણ્યા યુવકે આવી તેમને વાતોમાં ભોળવી પાસવર્ડ જાણી લઇ વૃધ્ધનું કાર્ડ બદલી નાંખ્યુ
 
ચકચાર@હિંમતનગર: ATMમાંથી પૈસા કાઢી આપી કાર્ડ બદલ્યું, કાકાના 4.88 લાખ ખેંચી લીધા

અટલ સમાચાર, હિંમતનગર

કોરોના મહામારી વચ્ચે હિંમતનગરમાં વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલી અજાણ્યા શખ્સે 4.88 લાખ ઉપાડી દીધાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ 65 વર્ષિય વૃધ્ધ પોતાનું એટીએમ કાર્ડ લઇ પૈસા ઉપાડવા ગયા હતા. જ્યાં કોઇ કારણસર પૈસા નહીં ઉપડતાં અચાનક એક અજાણ્યા યુવકે આવી તેમને વાતોમાં ભોળવી પાસવર્ડ જાણી લઇ વૃધ્ધનું કાર્ડ બદલી નાંખ્યુ હતુ. જે બાદમાં ફરી એકવાર વૃધ્ધ પૈસા ઉપાડવા જતાં પૈસા ઉપડ્યા ન હતા. જેથી તેમને દીકરા સાથે મળી બેંકમાં તપાસ કરતાં ખાતામાંથી 4.88 લાખ ઉપડી ગયાનું સામે આવતાં હિંમતનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે રહેતાં રમેશભાઇ વિઠ્ઠલભાઇ રામી જીલ્લા પંચાયતની સિંચાઇ શાખામાંથી નિવૃત્ત થઇ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. રમેશભાઇના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં 8,00,000 જમા હતા. જેમાંથી તેઓ જરૂરીયાત મુજબ પૈસા એટીએમ મારફતે ઉપાડતાં હતા. આ દરમ્યાન ગત તા. 08-09-2020ના રોજ તેઓ જુની સીવીલ હોસ્પિટલની સામે આવેલા એટીએમમાં પૈસા ઉપાડવા જતાં પૈસા ઉપડ્યા ન હતા. જ્યાં એક 20થી 25 વર્ષનો યુવક આવીને કહેલ કે, કાકા લાવો હું નિકાળી આપુ. જે બાદમાં એટીએમનો પાસવર્ડ જાણી લીધા બાદ રમેશભાઇનું એટીએમ કાર્ડ બદલી અન્ય કાર્ડ આપી તે નીકળી હતો.

આ દરમ્યાન ફરી એકવાર રમેશભાઇ તા. 26-10-2020ના રોજ પૈસા ઉપાડવા જતાં પૈસા ઉપડ્યા નહોતા. જેથી તેઓ અન્ય બે-ચાર એટીએમમાં તપાસ કરી હતી. જોકે તે બાદ પણ પૈસા નહિ ઉપડતાં તેમને પોતાના પુત્રને વાત કરતાં તેને આવી જોતા ખબર પડી હતી કે આ એટીએમ તો રમેશભાઇનું નથી. જે બાદમાં બંને પિતા-પુત્ર બેંકમાં જઇ તપાસ કરતાં તેમના ખાતામાંથી 4,88,834 કોઇએ અલગ-અલગ તારીખે અને અલગ-અલગ જગ્યાએથી ઉપાડ્યા હોવાનું સામે આવ્યુ હતુ. જેથી રમેશભાઇએ અજાણ્યા ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે. આ તરફ હિંમતનગર પોલીસે અજાણ્યા ઇસમ સામે આઇપીસીની કલમ 406, 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.