ચકચાર@હિંમતનગર: મહીલાનું અપહરણ કરી દારૂ પીવડાવ્યા બાદ ગેંગરેપ કર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર, હિંમતનગર કોરોના મહામારી વચ્ચે હિંમતનગર તાલુકાના ગામે ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પંથકના બે નરાધમોએ ખેતરેથી ઘરે આવતી મહિલાનું અપહરણ કરી તેને દારૂ પીવડાવ્યો હતો. જે બાદમાં તેની સાથે ગેંગરેપ ગુજાર્યો હોવાની ફરીયાદ ગાંભોઇ પોલીસ મથકે નોંધાઇ છે. નોંધનિય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટના વચ્ચે સાબરકાંઠામાં પણ
 
ચકચાર@હિંમતનગર: મહીલાનું અપહરણ કરી દારૂ પીવડાવ્યા બાદ ગેંગરેપ કર્યો, ગુનો દાખલ

અટલ સમાચાર, હિંમતનગર

કોરોના મહામારી વચ્ચે હિંમતનગર તાલુકાના ગામે ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પંથકના બે નરાધમોએ ખેતરેથી ઘરે આવતી મહિલાનું અપહરણ કરી તેને દારૂ પીવડાવ્યો હતો. જે બાદમાં તેની સાથે ગેંગરેપ ગુજાર્યો હોવાની ફરીયાદ ગાંભોઇ પોલીસ મથકે નોંધાઇ છે. નોંધનિય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટના વચ્ચે સાબરકાંઠામાં પણ ગેંગરેપની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઇ પોલીસ મથકે ગેંગરેપની ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. જેમાં ખેતરેથી ઘરે આવતી વખતે બે નરાધમોએ 40 વર્ષીય મહિલાનું અપહરણ કરી તેને દારૂ પીવડાવી તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટનાને લઇ ગાંભોઇ પોલીસે આ બંને આરોપીઓની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.