ચકચાર@ખેડબ્રહ્મા: ઝાડ પર લટકતી હાલતમાં વેવાઇ-વેવાણની લાશ મળી

અટલ સમાચાર, હિંમતનગર કોરોના મહામારી વચ્ચે ખેડબ્રહ્મા તાલુકાના ગામે વેવાઇ-વેવાણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, પાંચ-છ દિવસ પહેલા વેવાઇ-વેવાણ
 
ચકચાર@ખેડબ્રહ્મા: ઝાડ પર લટકતી હાલતમાં વેવાઇ-વેવાણની લાશ મળી

અટલ સમાચાર, હિંમતનગર

કોરોના મહામારી વચ્ચે ખેડબ્રહ્મા તાલુકાના ગામે વેવાઇ-વેવાણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, પાંચ-છ દિવસ પહેલા વેવાઇ-વેવાણ ફરાર થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દીધીયા ગામેથી વેવાઇ-વેવાણની લાશ મળી આવી છે. વડાલી તાલુકાના થેરાસણા ગામના જયંતિભાઇ મોહનભાઇ ઠાકરડા(ઉ.40) અને જાગૃતિબેન કચરાભાઇ ઠાકરાડા (ઉ.35)(વેવાઇ-વેવાઇ)ને છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. છેલ્લા પાંચ દિવસથી તેઓ ઘરેથી ભાગી ગયા હતા. જોકે આજે તેમની ખેડબ્રહ્મા તાલુકાના દીધીયા ગામેથી લીમડાના ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વેવાઈ-વેવાણની લાશ લટકતી હાલતમાં ઝાડ ઉપરથી મળી આવી છે. વેવાઈ-વેવાણીની હત્યા થઈ છે કે તેમણે આત્મહત્યા કરી છે તે અંગે હજુ કંઈ વિગત મળી નથી. પોલીસે મૃતકોની લાશને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા. આ સાથે ખેડબ્રહ્મા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.