ચકચાર@ખેરાલુ: પરિવાર બહાર જતાં ચોર ત્રાટક્યા, ધોળાં દિવસે 5.16 લાખના દાગીના રોકડની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ ખેરાલુ તાલુકામાં ચોરીની ચોંકાવનારી ઘટના બની છે. ધોળાં દિવસે તસ્કરોએ ઘરને નિશાન બનાવી અધધધ…. ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ખેડૂતનાં ઘરેથી 5 લાખથી વધુની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. પોતાના સંતાનોના લગ્ન માટે દાગીના અને રોકડની વ્યવસ્થા કરેલી હતી પરંતુ પરિવારના તમામ સભ્યોની ગેરહાજરીમાં ચોરીને અંજામ આપ્યો છે.
 
ચકચાર@ખેરાલુ: પરિવાર બહાર જતાં ચોર ત્રાટક્યા, ધોળાં દિવસે 5.16 લાખના દાગીના રોકડની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ તાલુકામાં ચોરીની ચોંકાવનારી ઘટના બની છે. ધોળાં દિવસે તસ્કરોએ ઘરને નિશાન બનાવી અધધધ…. ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ખેડૂતનાં ઘરેથી 5 લાખથી વધુની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. પોતાના સંતાનોના લગ્ન માટે દાગીના અને રોકડની વ્યવસ્થા કરેલી હતી પરંતુ પરિવારના તમામ સભ્યોની ગેરહાજરીમાં ચોરીને અંજામ આપ્યો છે. ખેડૂતે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં તપાસ શરૂ થઈ છે. દિવસે અને તેમાં પણ સવારમાં ચોરીની ઘટના બનતાં રહીશોમાં ફફડાટ વધ્યો છે.

ચકચાર@ખેરાલુ: પરિવાર બહાર જતાં ચોર ત્રાટક્યા, ધોળાં દિવસે 5.16 લાખના દાગીના રોકડની ચોરી
File Photo

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના અમરપુરા(ચાડા) ગામે ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ગત દિવસે ઘરના મોભી ભૂપતજી કચરાજી ઠાકોર તેમના સંબંધીને ત્યાં સામાજીક પ્રસંગે પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમની બે દિકરી ખેતરે ગઇ હતી તો દિકરો પણ ગામમાં લગ્ન પ્રસંગે ગયો હતો. જોકે આ પછી દિકરાએ ઘરે આવીને જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું. આથી કંઈક અજુગતું બન્યું હોવાની આશંકાને પગલે ઘરમાં જોઈ તપાસ કરતાં ચોંકી ગયા હતા. તિજોરીમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. ચોના ચાંદીના દાગીના સરેરાશ 4,98,000 થી વધુના તેમજ 18,000 ની રોકડ સહિતની ચોરી થઈ . ઘટનાને પગલે ભૂપતજી ઠાકોરે તાત્કાલિક અસરથી ખેરાલુ પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરી છે. આથી પોલીસે આઇપીસી 454, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગના ખેડૂતે આ દાગીના તથા રોકડ પોતાની 2 દિકરી અને 2 દિકરાના લગ્ન પ્રસંગે જરૂરી હોઇ મૂક્યા હતા. સંતાનોના લગ્ન માટે કરેલી વ્યવસ્થા તસ્કરોને કારણે ધરાશાયી થતાં ખેડૂત પરિવારને દુઃખદાયી ફટકો પડ્યો છે.