આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા શહેરની દોઢેક વર્ષ અગાઉ પરીણિતાના મૃત્યુ કેસમાં તપાસને અંતે હવે 5 સાસરીયાઓ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ વર્ષ 2020ની શરૂઆતમાં પરીણિતાને તેના સાસરીયાઓ મકાન પડાવી લેવાને લઇ ત્રાસ આપતાં હતા. જેથી કંટાળી જઇને પરીણિતાને શરીરે ડીઝલ છાંટીને જીવન ટુંકાવી દીધુ હતુ. જે બાદમાં પરીણિતાના ભાઇએ તપાસ શરૂ કરતાં સમગ્ર બાબત સામે આવી હતી. જેથી પરીણિતાના ભાઇએ મૃતક બહેનના પાંચ સાસરીયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરના દ્રારકાપુરી ફ્લેટની સામે સત્યનારાયણ સોસાયટીમાં દોઢ વર્ષ અગાઉ મહિલાએ જીવન ટુંકાવ્યું હતુ. વિગતો મુજબ ચંદ્રીકાબેન મનોજકુમાર પંચાલ નામની મહિલાએ 15 જાન્યુઆરી 2021ના રોજ શરીરે ડીઝલ છાંટીને જીવન ટુંકાવી દીધુ હતુ. આ તરફ ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતને મોતની એન્ટ્રી કરી તપાસ શરૂ કરી હતી. આ તરફ મૃતકના ભાઇ પંચાલ બાબુભાઇ હરજીભાઇએ તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં પંચાલ રમીલાબેન ભીખાભાઇ, ગીરજાબેન ધનાભાઇ પંચાલ, ભગવાનભાઇ દલપતભાઇ પંચાલ, પંચાલ નિરજભાઇ ભગવાનભાઇ અને પંચાલ કનુભાઇ દમાભાઇ સહિતના મળી પરીણિતાનું મકાન પડાવી લેવા ત્રાસ આપતાં હતા.

File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીઓએ ફરીયાદીને બહેનને મકાન રમીલાબેનને પરત સોંપી દો તેમ કહી અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા. જેથી ચંદ્રીકાબેન ત્રાસ આપી મરવા માટે મજબુર કરતાં 15/01/2020ના રોજ મહેસાણા ખાતે આવેલ રહેણાંક મકાનમા પોતાની જાતે શરીરે ડીઝલ છાંટી આપઘાત કરી લીધો હતો. જોકે હવે સમગ્ર મામલે મૃતકના ભાઇએ 5 વ્યક્તિ વિરૂધ્ધ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે આઇપીસી કલમ 306, 114 મુજબ ગુનો નોંધાવતાં વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code