ચકચાર@મોડાસા: યુવતિની લાશ મળ્યા બાદ ફરીયાદ નોંધાવવા હાઇવે ચક્કાજામ

અટલ સમાચાર,મોડાસા મોડાસામાં મળેલી કોલેજીયન યુવતિની લાશનો મામલો વધુ ગરમાયો છે. ગઇકાલે લાશ મળ્યા બાદ હજી સુધી પોલીસ ફરીયાદ નહિ નોંધાતા મોડાસાનો હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે આ યુવતી પર દુષકર્મ આચરીને તેના મૃતદેહને લટકાવી દેવાયો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે આ મામલે પહેલા ફરિયાદ નોંધો અને આરોપીને
 
ચકચાર@મોડાસા: યુવતિની લાશ મળ્યા બાદ ફરીયાદ નોંધાવવા હાઇવે ચક્કાજામ

અટલ સમાચાર,મોડાસા

મોડાસામાં મળેલી કોલેજીયન યુવતિની લાશનો મામલો વધુ ગરમાયો છે. ગઇકાલે લાશ મળ્યા બાદ હજી સુધી પોલીસ ફરીયાદ નહિ નોંધાતા મોડાસાનો હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે આ યુવતી પર દુષકર્મ આચરીને તેના મૃતદેહને લટકાવી દેવાયો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે આ મામલે પહેલા ફરિયાદ નોંધો અને આરોપીને ઝડપી પાડો પછી જ પીએમ કરવામાં આવે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@મોડાસા: યુવતિની લાશ મળ્યા બાદ ફરીયાદ નોંધાવવા હાઇવે ચક્કાજામ

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા-દધાલિયા રોડ પર એક યુવતિની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરિવારજનોએ હાલ લાશનો સ્વિકાર નથી કર્યો. તેમનું કહેવુ છે કે, પહેલા આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધવામાં આવે ત્યાર બાદ જ યુવતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. જેને લઇ મોડાસા હાઇવે ચક્કાજામ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

ચકચાર@મોડાસા: યુવતિની લાશ મળ્યા બાદ ફરીયાદ નોંધાવવા હાઇવે ચક્કાજામ

સમગ્ર મામલે યુવતિના પિતાએ જણાવ્યું હતુ કે, અમારી દીકરીને અજાણ્યા વ્યક્તિઓએ મારીને ગામનાં પાદરે વડલાનાં ઝાડ પર લટકાવી દીધી હતી. તમામ પોલીસ ખાતાનાં માણસોએ અહીં આવીને મતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવેલા. રાતનાં અમે અહીં રાહ જોઇને બેઠા છે પરંતુ અમારી ફરિયાદ લેવાતી નથી. પોલીસ કહે છે કે પીએ થયા પછી તમારી ફરિયાદ નોંધીશુ. અમારી માંગ છે કે પહેલા અમારી ફરિયાદ લો પછી જ પોસ્ટમોર્ટમમાં લાશ લઇ જાવ. જો આવું નહીં થાય તો અમે પોલીસનાં ઉપલા અધિકારીનાં ઘરની બહાર લાશ મુકીને જતા રહીશું. અમને ન્યાય મળવો જોઇએ અને ગુનેગારોને સજા થવી જોઇએ. પોલીસને જાણ છે કે અમારી છોકરી સાથે કોણે શું કર્યું છે પરંતુ તેઓ કોઇ પગલા લેતા નથી અને અમારા સમાજને ગુમરાહ કરે છે.