ચકચાર@નર્મદા: કૌભાંડના આક્ષેપો વચ્ચે પંડ્યાની બઢતી સાથે બદલી, શાહબંધુઓ સાથે ઘરોબો હતો? સ્પેશ્યલ રીપોર્ટ

 
નર્મદા
બઢતી સાથે બદલી જે જગ્યાએ બદલી થઇ તેના પાછળના કારણો પણ તરેહતરેહના છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ આદિજાતિ વિકાસની કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી મનોજ પંડ્યાને બઢતી મળતાં બદલી થઇ છે. જુનિયર કારકૂન મનોજ પંડ્યાની બઢતી સાથે બદલી થયા બાદ અનેક વિષયોની ચકચાર કેમ છે તે સમજવા જેવું છે. ટેન્ડરો અને કામો લેવામાં પાવરધા શાહબંધુઓ અહિં અવારનવાર આવતાં રહ્યાં અને કરોડોના કામો લઈ ચૂક્યા છે. જેમાં કોઈ ઠેકેદાર સાથે મનોજ પંડ્યાને ઘરોબો હોવાની ચોકાવનારી બૂમરાણો મચી હતી. આટલું જ નહિ, બઢતી સાથે બદલી જે જગ્યાએ બદલી થઇ તેના પાછળના કારણો પણ તરેહતરેહના છે. વાંચો સમગ્ર અહેવાલ.

રાજપીપળાની આદિજાતિ વિકાસની કચેરીમાં પાછલાં કેટલાંક વર્ષોમાં નવસારીનો શાહ કાકો સહિતના ઈસમો કામો લેવા અવારનવાર આંટા ફેરા મારતાં હતા. આ દરમ્યાન કચેરીના કર્મચારી મનોજ પંડ્યાને વિકાસ કામોની ગ્રાન્ટ મામલે કેટલીક કામગીરી આવતી હોઈ શાહ બંધુઓ સાથે ઘરોબો કેળવાયો હતો. આ ઘરોબો મામલે આક્ષેપ એટલા હદે વધી ગયા કે, એજન્સીઓના વેપારમાં ભૂંડી ભૂમિકા ભજવી હોઈ શકે. આ બાબતે કેટલાક વેપારીઓએ છેક ગાંધીનગર સુધી સચિવો અને નેતાઓને ધ્યાને મૂકવાનું શરૂ કર્યું હતુ. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મનોજ પંડ્યાને આખરે બઢતી આવતાં બદલી નર્મદાથી છેક રાજકોટ બદલી થતાં વહીવટમાં ગાબડું પડ્યું હોવાની ચકચાર કેમ ફેલાઇ તે સમજવું અઘરું બન્યું છે. વાંચો નીચેના ફકરામાં

સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદા ટ્રાયેબલ(ટી.એસ.પી) કચેરીને કરોડોની ગ્રાન્ટ આવતી રહે અને શાહ બંધુઓ પૂર્વ આયોજિત સેટિંગ્સ કરી કામો ખેંચી લેતાં હોવાના આક્ષેપ ખુદ ધારાસભ્ય ચૈતર વસાવા કરે છે. હવે વહીવટી કારણોસર બઢતી સાથે બદલી થતાં મનોજ પંડ્યાને રાજકોટ મૂકવામાં આવ્યા પરંતુ નર્મદા જિલ્લામાં વેપારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક મજબૂત બની ગયા હતા ? તેના પાછળના અનેક કારણો પૈકી મટીરીયલનો વેપાર આપવા/લેવાનું સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે.‌ આથી સરકારના હિતમાં ધ્યાને લેવા યોગ્ય વધુ વિગતો આગામી રીપોર્ટમાં સમજવા પ્રયત્ન કરીશું.