ચકચાર@પાલનપુર: પૂર્વ પ્રેમીના પરિવારે પરીણિતાને માર મારી રસ્તા પર ઢસેડી, 7 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુરમાં એક પરીણિત મહિલાને તેના પૂર્વ પ્રેમીના પરિવારે માર મારી ઘરેથી ઢસડી રોડથી રીક્ષામાં પોલીસ સ્ટેશન મુકી ગયાની ઘટના સામે આવી છે. શહેરમાં રહેતી એક યુવતિને અગાઉ આરોપી યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જોકે યુવતિએ લગ્ન બાદ કંકાસથી કંટાળી પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. આ દરમ્યાન આરોપી યુવકે પણ અન્ય જગ્યાએ
 
ચકચાર@પાલનપુર: પૂર્વ પ્રેમીના પરિવારે પરીણિતાને માર મારી રસ્તા પર ઢસેડી, 7 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુરમાં એક પરીણિત મહિલાને તેના પૂર્વ પ્રેમીના પરિવારે માર મારી ઘરેથી ઢસડી રોડથી રીક્ષામાં પોલીસ સ્ટેશન મુકી ગયાની ઘટના સામે આવી છે. શહેરમાં રહેતી એક યુવતિને અગાઉ આરોપી યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જોકે યુવતિએ લગ્ન બાદ કંકાસથી કંટાળી પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. આ દરમ્યાન આરોપી યુવકે પણ અન્ય જગ્યાએ લગ્ન કર્યા હતા. ગત દિવસોએ આરોપીના પરિવારજનોએ ફરીયાદીના ઘરે આવી તેને માં-બેન સામે ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. આટલેથી નહીં અટકતાં પરીણિતાને ફ્લેટથી ઢસડીને રસ્તા પર લાવી મહિલા પોલીસ સ્ટેશન આગળ મુકીને જતાં જતાં હવે પાલનપુરમાં દેખાઇ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઇ મહિલાએ કુલ 7 વ્યક્તિઓના નામજોગ ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં એક પરીણિતાને પુર્વ પ્રેમીના પરિવારે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. શહેરની એક મહિલા અગાઉ ગોબરી રોડ પર રહેતાં સતીષભાઇ ઉર્ફે સુર્યવીર કમલેશભાઇ ઓડ(વાવરૂ) સાથે પ્રેમસંબંધમાં હતી. આ દરમ્યાન મહિલાના લગ્ન થયા બાદ તેના પ્રેમીને લઇ પતિ સાથે માથાકૂટ થતાં તેને એકાદ વર્ષ પહેલાં સંબંધ કાપી નાંખ્યો હતો. જે બાદમાં અચાનક 12 જાન્યુઆરીએ તેના પુર્વ પ્રેમીની પત્નિ સહિતના આરોપીઓ ફરીયાદીના ઘરે પહોંચ્યા હતા. આ દરમ્યાન ફરીયાદી મહિલા ફ્લેટમાંથી નીચે આવતાં આરોપીઓએ કહેલ કે, તુ હજી કેમ સતીષને બોલાવે છે ? જેથી ફરીયાદી મહિલાએ કહેલ કે, છેલ્લાં એકાદ વર્ષથી મે તેની સાથે સંબંધ તોડી નાંખેલ હોવાથી હું તેને બોલાવતી નથી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે ફરીયાદીની એક્ટિવાને પણ 1500નું નુકશાન કર્યુ હોવાનું લખાવ્યુ છે. જે બાદમાં આરોપીઓએ મહિલાને ફ્લેટથી પથ્થરના રસ્તેથી ઢસેડી દિલ્હી ગેટ સુધી લઇ જઇ ત્યાંથી રીક્ષામાં બેસાડી મહિલા પોલીસ સ્ટેશને મુકી જતાં રહ્યાં હતા. જોકે જતાં-જતાં હવે પછી પાલનપુરમાં દેખાઇ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. સમગ્ર ઘટના બાદ મહિલાના પૂર્વ પ્રેમીએ આવીને કહેલ કે, જો તું મારા પરિવાર સામે ફરીયાદ નોંધાવીશ તો હું તારી સાથે લગ્ન નહીં કરૂ અને તને જાનથી મારી નાંખીશ. ઘટનાને લઇ મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે આઇપીસી કલમ 354, 323, 294(b), 506(2), 427, 114 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યાં આરોપીઓના નામ

ચકચાર@પાલનપુર: પૂર્વ પ્રેમીના પરિવારે પરીણિતાને માર મારી રસ્તા પર ઢસેડી, 7 સામે FIR