આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ ગુનાખોરીનું સેન્ટર બનવા જતું હોય તેમ ખતરનાક ઘટનાઓ સામે આવી રહી છે. ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ મચાવી આરોપી ફરાર થઈ ગયા છે. આંખમાં મરચું નાખી આંગણિયા પેઢીના કર્મચારીને લુંટી આરોપી ફરાર થઈ ગયો હતો.

પાટણ શહેરમાં ચોરી, લુંટ, મારામારી, હનીટ્રેપ અને છેતરપિંડી સહિતનો ક્રાઇમ વધતો જાય છે. મંગળવારે
એક બાઇક પર આવેલ બે અજાણ્યા ઈસમોએ લૂંટને અંજામ આપ્યો હતો. વસંત અંબાલાલ પટેલ નામની આંગણિયા પેઢીના કર્મચારીને આંખમાં મરચું નાખી લુંટી લીધો હતો. આ દરમિયાન એક લુંટારાએ ફાયરિંગ કરવાના ઈરાદે બંધૂક પણ કાઢી હતી.

લુંટારા આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી થેલો પડાવી ફરાર થઈ ગયા હતા. થેલામાં રોકડ રકમ 2 લાખ 52 હજાર તેમજ 4 લાખ 12 હજારના હીરા મળી કુલ 6 લાખ 64 હજાર હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેથી પોલીસે વિડીયો ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code