આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

રાધનપુર પાલિકાના મહિલા ચીફ ઓફિસર વિરુદ્ધ કોરોના મહામારી વચ્ચે મોટો નિર્ણય થયો છે. એકસાથે 26 સભ્યોએ અનેક ગંભીર આક્ષેપો કરી તાત્કાલિક અસરથી બદલી કરાવવા કવાયત હાથ ધરી છે. વહીવટી રીતે નિષ્ફળ અને ધમકી આપતાં હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરી પ્રમુખ અને એક સભ્ય સિવાય તમામ નગરસેવકોએ સહી સાથે લેખિતમાં રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાને લઈ મોટી વાત સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી કશ્મકશ વચ્ચે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરોએ પ્રક્રિયા શરૂ કરી છે. મહિલા ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન વિરુદ્ધ 28 માંથી 26 સભ્યોએ ગંભીર આક્ષેપો કરી બદલી કરવા મથામણ શરૂ કરી છે. ફરજમાં નિષ્કાળજી, કચેરીમાં ખૂબ જ ઓછી હાજરી, વિકાસ કામોમાં વિલંબ, સભ્યો અને કર્મચારીઓ સામે અયોગ્ય વર્તન સહિતના આક્ષેપો કર્યા છે. આથી નગરસેવકોએ સહી કરી પ્રાદેશિક કમિશનર અને કલેક્ટરને રજૂઆત મોકલી આપી છે. જેમાં નગરપાલિકા સંદર્ભના અધિનિયમનો આધાર લઈ બહુમતી હોવાથી બદલી કરાવવા દોડધામ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ હારિજ પાલિકામાં ફરજ બજાવી રાધનપુર પાલિકામાં આવેલ ચીફ ઓફિસર પ્રજ્ઞાબેનની ભૂમિકા સામે શરૂઆતથી સવાલો ઉભા થઇ રહ્યા છે. આથી એકબીજાના વિરોધી હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ એક બની ચીફ ઓફિસરને દૂર કરવા આગળ આવ્યા છે. જેમાં સૌથી મોટું કારણ ચીફ ઓફિસરને સભ્યો અને કર્મચારીઓ સાથે તાલમેલ વારંવાર ખોરભાતો હોવાની વાત આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code