ચકચાર@ઊંઝા: ચાલુ બસમાં થેલાને ચેકો મારી 1.70 લાખના દાગીનાની ચોરી, અજાણી મહિલાઓ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા કોરોના કહેર વચ્ચે સિધ્ધપુરથી મહેસાણા જતી બસમાં બેસેલાં દંપતિની દાગીના ભરેલી થેલીને ચેકો મારી ચોરી થયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અમદાવાદનું દંપતિ સિધ્ધપુર હોસ્પિટલ ખાતે આવ્યુ હતુ. જે બાદમાં બીજા દિવસે અમદાવાદ પરત જવા સિધ્ધપુરથી મહેસાણા જતી બસમાં બેસ્યા હતા. જ્યાં ઊંઝા આવતાં પાણી પીવા બોટલ લેવા જતાં
 
ચકચાર@ઊંઝા: ચાલુ બસમાં થેલાને ચેકો મારી 1.70 લાખના દાગીનાની ચોરી, અજાણી મહિલાઓ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

કોરોના કહેર વચ્ચે સિધ્ધપુરથી મહેસાણા જતી બસમાં બેસેલાં દંપતિની દાગીના ભરેલી થેલીને ચેકો મારી ચોરી થયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અમદાવાદનું દંપતિ સિધ્ધપુર હોસ્પિટલ ખાતે આવ્યુ હતુ. જે બાદમાં બીજા દિવસે અમદાવાદ પરત જવા સિધ્ધપુરથી મહેસાણા જતી બસમાં બેસ્યા હતા. જ્યાં ઊંઝા આવતાં પાણી પીવા બોટલ લેવા જતાં બેગને ચેકો માર્યો હોવાનું સામે આવ્યુ હતુ. સમગ્ર મામલે મહિલાએ અજાણી બે-ત્રણ મહિલાઓ સામે ઊંઝા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતાં રામચંદ્રભાઇ અને હંસાબેન વાઘેલા દાઢની સારવાર કરાવવા સિધ્ધપુર આવ્યા હતા. આ દરમ્યાન સિધ્ધપુર હંસાબેનનું પિયર થતું હોઇ રાત્રિરોકાણ કરી બીજા દિવસે અમદાવાદ જવા બિંદુ સરોવરથી મહેસાણાની બસમાં બેસ્યાં હતા. આ દરમ્યાન તેમની પાસેની થેલીમાં સોનાની બુટ્ટી, મંગળસુત્ર અને ચાંદીનું ઝુમખું સહિત 1,70,000ના દાગીના હતા. જે બાદમાં બસમાં બેસતાં બે-ત્રણ અજાણી મહિલા તેમની આસપાસ હતી. જોકે ઊંઝા આવતાં હંસાબેને પાણી પીવા થેલો ચેક કરતાં ચેકો માર્યો હોવાનું ખુલ્યુ હતુ. જે બાદમાં તપાસ કરતાં અંદરથી દાગીના ગાયબ હતા.

ચકચાર@ઊંઝા: ચાલુ બસમાં થેલાને ચેકો મારી 1.70 લાખના દાગીનાની ચોરી, અજાણી મહિલાઓ સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદથી દાઢની સારવાર કરાવવા આવેલા દપંતિના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. ફરીયાદ મુજબ કાનની બુટ્ટીયો કિ.રૂ.60,000, સોનાની કાનની હેર કિ.રૂ.40,000, સોનાનું મંગળસુત્ર કિ.રૂ.60,000, ચાંદીનું ઝુમખું કિ.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.1,70,000ના મુદ્દામાલની ચોરી થઇ છે. સમગ્ર મામલે મહિલાએ ઊંઝા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ ઊંઝા પોલીસ અજાણી મહિલાઓ સામે આઇપીસી કલમ 379, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .