આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર

વિજાપુર તાલુકાના ગામે એક ઇસમે અગમ્ય કારણોસર યુવકને માથાના ભાગે લાકડા વડે મારતાં તેનું મોત થયુ છે. ગઇકાલે સવારે ગામ નજીક યુવક લોહીલુહાણ હાલતમાં પડ્યો હોઇ કોઇએ તેમના ફોઇના દીકરાને જાણ કરી હતી. જે બાદમાં ફરીયાદી ત્યાં પહોંચતાં સ્થાનિક ઇસમે અગમ્ય કારણોસર લાકડાનો ઘા માથાના ભાગે માર્યો હોવાનું કબૂલ્યુ હતુ. ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને લઇ ફરીયાદીએ ઇસમ સામે લાડોલ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના હસ્નાપુરમાં એક યુવકને માથામાં લાકડું મારતાં મોત થયુ છે. હસ્નાપુર મહાકાળી માતાના મંદીર સામે જયેશભાઇ કાંતિભાઇ વણકર ગઇકાલે સવારે ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યાં હોઇ લોકોનું ટોળું એકત્ર થઇ ગયુ હતુ. ઘટનાને લઇ સ્થાનિકો સહિત જયેશભાઇના ફોઇના દીકરા ભીખાભાઇ વણકર સહિતના ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતાં જયેશભાઇ લોહીલુહાણ હાલતમાં અર્ભબેભાન હાલતમાં પડ્યા હતા. જ્યાં વડગામના જુનીસેંધણીના માજીરાણા રમેશભાઇ જીવાભાઇએ જયેશભાઇને લાકડું માર્યુ હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગમ્ય કારણોસર ઇસમે જયેશભાઇને માથાના ભાગે લાકડું મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જેને લઇ કોઇએ 108ને જાણ કરતાં તાત્કાલિક જયેશભાઇને સારવાર અર્થે વિજાપુર સિવીલમાં લઇ ગયા હતા. જોકે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાને કારણે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઇ ભીખાભાઇ વણકરે ઇસમ સામે લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે એક ઇસમ સામે આઇપીસી 302 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code