ચકચાર@અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલ છે કે યુદ્વનું મેદાન, બાઉન્સરોની દાદાગીરી, જાણો વિગતે

 
Sola sivil

આજ પ્રકારે ખાનગી બાઉન્સરોની દાદાગીરી ચાલી તો દર્દીઓ આવશે ખરા?

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મારામારી થઇ છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલના બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે. તેમાં દર્દીના સગા સાથે છુટ્ટાહાથની મારામારી કરી છે. ઇમરજન્સી વિભાગની બહાર છુટ્ટા હાથની મારામારી થઇ છે.શહેરમાં મધરાતે સોલા સિવિલ હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે ઇમરજન્સી વિભાગની બહાર છુટ્ટા હાથની મારામારી થઇ હતી. બાઉન્સર રીત સરના યુવક પર તુટી પડયા હતા. દર્દીના સગા સાથે છુટ્ટાહાથની મારામારી કરી હતી. સારવાર લેવા આવેલા દર્દીના સગા સાથે મારમારી થઇ છે.

થોડી બોલાચાલી બાદ મામલો બિચકયો હતો. ત્રણથી ચાર બાઉન્સરો રીત સરના તૂટી પડ્યા હતા. સારવાર લેવા આવેલા અન્ય દર્દીઓમાં ભયનો માહોલ છે. યુવકને માર મારી હોસ્પિટલ બહાર ખદેડી મુકાયો હતો. હોસ્પિટલ છે કે યુદ્ધનું મેદાન તે એક મોટો સવાલ ઉભો થયો છે. જો આજ પ્રકારે ખાનગી બાઉન્સરોની દાદાગીરી ચાલી તો દર્દીઓ આવશે ખરા? તેમજ દર્દીઓ માર ખાવા આવે છે કે સારવાર લેવા ? ગુજરાત આરોગ્ય સિસ્ટમ સામે સવાલ ઉભા કરતો વીડિયો સામે આવ્યો છે.