ચકચાર@આણંદ: પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા EVM કચરામાંથી મળ્યા, વહીવટી તંત્ર દોડતું થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આણંદના બોરસદમાં EVM મશીન કચરામાંથી મળી આવ્યા હતા. જેમાં બોરસદમાં ચૂંટણી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. 2018 ચૂંટણીના EVM મશીન કચરામાંથી મળ્યા છે. તેમાં EVMનો ગ્રા.પં.ની પેટા ચૂંટણીમાં ઉપયોગ થયો હતો. કચરામાંથી 2 EVM યુનિટ મળી આવ્યા છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા મશીન કબ્જે લેવાયા છે. તેમજ પોલીસને સાથે રાખી પાલિકાએ કામગીરી ચાલુ કરી છે. EVM યુનિટની ચૂંટણી બાદ ગણતરી કરાઈ કે કેમ ?
બોરસદ તાલુકાના અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM વપરાયા હતા. જેમાં કચરાના ઢગમાંથી EVM મળી આવતા ચૂંટણી વિભાગ સામે સવાલો ઉભા થયા છે. તેમજ વહીવટી તંત્ર દોડતું થયુ છે. કલેકટરે આદેશ આપતા પ્રાંત અધિકારી,પોલીસ અને નગરપાલિકા તંત્ર દોડ્યુ છે. તેમજ મશીનને તંત્ર દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે. કચરાના ઢગમાં ચુંટણી સાહિત્યની શોધખોળ હાથ ધરાઈ છે. જેમાં પોલીસને સાથે રાખી પાલિકાએ કામગીરી શરૂ કરી દિધી છે. તેમજ તંત્ર દ્વારા આ મશીન ક્યાથી આવ્યા તે શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.