ચકચાર@આણંદ: શિક્ષણાધિકારી અને આચાર્યોનું અઢી કરોડનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ

 
કૌભાંડ

9 વર્ષ બાદ આચાર્યોએ કરેલું શેતરંજી કૌભાંડ સામે આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આણંદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શેતરંજી કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2014-15માં શેતરંજી ખરીદવા શાળાઓમાં ગ્રાન્ટ ફળવાઈ હતી પણ તેમાં તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યો દ્વારા શેતરંજી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.વર્ષ 2014-15માં આચરાયેલા આ કૌંભાડનો 9 વર્ષે પર્દાફાશ થયો છે. 9 વર્ષ બાદ આચાર્યોએ કરેલું શેતરંજી કૌભાંડ સામે આવ્યું છે.

આણંદ જિલ્લાના તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યોએ આ કૌંભાડ આચર્યું હતું. એક જ સ્થળેથી શેતરંજી ખરીદવા આચાર્યને ફરજ પાડવામાં આવી હતી. આ કૌંભાડમાં બજાર કિંમત કરતા વધુ કિંમત ચૂકવવામાં આવી હતી અને તપાસના અંતે જણાયું હતું કે જિલ્લાના 243 આચાર્ય એ અઢી કરોડનું આ કૌંભાડ આચર્યું હતું. આખરે આ કૌંભાડનો પર્દાફાશ થતાં 9 વર્ષ બાદ 243 આચાર્ય સામે પગલાં ભરવા આદેશ કારવામાં આવ્યો છે.કૌંભાડમાં સંડોવાયેલા 243 આચાર્ય સામે ચાર્જશીટ કરવામાં આવતાં હવે તેમને મળવા પાત્ર લાભો અટકી જશે. 9 વર્ષ બાદ પગલાં ભરવાના આદેશથી શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઇ છે.