ચકચાર@રાજકોટ: આયુષ્યમાન યોજનાનો લાભ લેવા તબીબે નવજાત શિશુને મૂક્યું જોખમમાં, જાણો વિગતે
તબીબનું કારસ્તાન સામે આવતા સામાન્ય નાગરિકોને પણ આંચકો લાગ્યો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આયુષ્યમાન યોજના એક સરકારી યોજના છે. મધ્યમવર્ગીય પરીવારોને મદદ કરવાના ઉદેશ્ય હેતું સરકારે આયુષ્યમાન યોજનાની શરૂઆત કરી છે. પરંતુ આ યોજનાનો તબીબ દ્વારા ગેરલાભ ઉઠાવવાનું સામે આવતા તબીબ જગતમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે.એક તબીબે સ્વસ્થ બાળકને પોતાની લાલચનો શિકાર બનાવ્યો. આયુષ્યમાન યોજનાનો લાભ લેવા તબીબે તુંદરરસ્ત નવજાત શિશુના શરીરમાં 6-6 દિવસ નળીઓ અને સિરિન્જ લગાવી રાખી. આ યોજના હેઠળ લાભાર્થી ઉપરાંત તબીબને પણ લાભ થતો હોય છે. આથી જરૂરત ના હોવા છતાં સ્વસ્થ નવજાત બાળકને વધુ બીમાર બતાવી કરોડો રૂપિયાની કમાણી કરવાનો પ્રયાસ કર્યો હતો.
તબીબે નવજાત શિશુને બીમાર બતાવવા તેના સાચા રિપોર્ટ સાથે છેડછાડ કરી નકલી રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. તબીબનું કારસ્તાન સામે આવતા સામાન્ય નાગરિકોને પણ આંચકો લાગ્યો છે.રાજકોટમાં લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલ નિહિત બેબીકરે હોસ્પિટલના ડો.હિરન મશરૂએ આયુષ્યમાન યોજનાનો ખોટી રીતે લાભ લેવા પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ ગ્રામ્ય વિસ્તારમાંથી ગાયનેક તરફથી ડો.હિરેન મશરૂના ત્યાં રિફર કરાતા હોય છે. ડો.હિરેન મશરૂ દાખલ થતા દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ છે કે નહિ તેની ખરાઈ કર્યા બાદ તે મુજબની સારવાર કરતા હોય છે. જો આયુષ્યમાન કાર્ડ હોય તો નવજાતના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને આ રિપોર્ટ સાથે ડોક્ટર હિરેન ચેડા કરી ઇન્ફેકશન બતાવી નવજાતને 7 થી 10 દિવસ NSUIમાં દાખલ કરાવે છે.
ત્યારબાદ આ ડોકયુમેન્ટને તેઓ આયુષ્યમાન યોજના કે જેપીએમજેવાય તરીકે ઓળખાય છે તે પોર્ટલમાં અપલોડ કરી મંજૂરી મેળવી છે. મંજૂરી મળ્યા બાદ તેમને પ્રતિ દિવસ 9 થી 10 હજાર રૂપિયા મળવાની શરૂઆત થાય છે. કેટલાક કિસ્સામાં ડોક્ટર લેબ રિપોર્ટ ઉપરાંત એક્સ-રે સાથે પણ ચેડા કરે છે. ડોક્ટર આયુષ્યમાન યોજના હેઠળ દર્દીની સારવાર સરકારના પૈસા કરે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારનાં પરિવારજનો પાસેથી એમ્બુલન્સ ચાર્જ પણ લઈ લે છે.લોભી ડોક્ટર ડોક્ટર હિરેને પૈસાની લાલચમાં નવજાત શિશુના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું બહાર આવ્યું છે. ડોકટરે 8 મહિનામાં આવા 523 દર્દીઓ સાથે ચેડા કરી 2.53 કરોડની કમાણી કરી. ડોક્ટરના કારસ્તાનના તેમના બેબીકેરમાં ફરજ બજાવનાર કોમ્પ્યુટર ઓપરેટર રવિ સોલંકિએ ભાંડો ફોડ્યો છે. તેને મેડિકલનું જ્ઞાન ના હોવાથી તે ડોક્ટર કહે તે મુજબ કામ કરતો ગયો. પરંતુ જ્યારે આ કામની સમજણ પડી ત્યારે તે ગેરકાનૂની કામ હોવાનું જાણ થતા નોકરી છોડી દીધી. ડોક્ટરના કારસ્તાનના પર્દાફાશ થતા પોલીસ આ બનાવમાં શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે.