ચકચાર@સંજેલી: ભ્રષ્ટાચારની તપાસ વચ્ચે શિક્ષકનો ભયંકર આક્ષેપ, ટીડીઓ પૈસા ખાઇ ગ્યા, સૌની હાજરીમાં ચર્ચા કરે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંજેલી ગામમાંથી તંત્રને થયેલી ભ્રષ્ટાચારની ભયંકર ફરિયાદ બાદ મામલો ખૂબ આગળ વધી ગયો છે. મૂળ ફરિયાદી ઈરશાદ મોડાસીયા સહિતના તપાસની સ્થિતિ જાણવા સંજેલી સહિતના તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા. આ દરમ્યાન ટીડીઓ કચેરીમાં કર્મચારીઓ અને નેતાઓ બેઠાં હોઈ અરજદારે પોતાની સાથે આવેલ જાગૃત ગામલોકોની હાજરીમાં મળવા કહ્યું હતુ. તે વખતે ટીડીઓ કૃણાલ ડામોરે માત્ર અરજદારને જ પ્રવેશ આપવા કહ્યું ત્યારે મુલાકાત શક્ય બની નહોતી. આ દરમ્યાન ફરિયાદી સાથે આવેલ જાગૃત નાગરિક અને શિક્ષકે ભયંકર આક્ષેપો કર્યા કે, ટીડીઓ અને તલાટી પૈસા ખાઇ ગ્યા છે એટલે ફરિયાદી સાથે ગામલોકોને મળતાં નથી. ""જો એકલો અરજદાર ચેમ્બરમાં જાય અને પોલીસ બોલાવી સમસ્યા ઉભી કરે તો"" તેવી ગર્ભિત શંકા જણાતાં અમો મળ્યા વગર પરત ફર્યા હોવાનું શિક્ષકે કહ્યું હતુ. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ગામમાં નાણાંપંચની ગ્રાન્ટના કામમાં અતિહદ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ થયેલી છે. અનેક મહિનાઓ વીતી ગયા છતાં તપાસ કે પરિણામ જાણમાં નહિ આવતાં અરજદાર ઈરશાદ મોડાસીયા, શિક્ષક ભરત ચારેલ સહિતના જાગૃત ગ્રામજનો તાલુકા પંચાયત ગયા હતા. સરેરાશ 6 વાગ્યાના અરસામાં સંજેલી ટીડીઓ કચેરીમાં જતાં દરમ્યાન અરજદારે જાણ્યું કે, ટીડીઓ ચેમ્બરમાં નેતાગણ અને કર્મચારીઓ ઉપસ્થિત હોઈ સાથે આવેલ ગ્રામજનો સાથે મળવા રજૂઆત કરી હતી. આ દરમ્યાન ટીડીઓ ડામોરે તપાસની ગુપ્તતાનો આધાર સમજી એકમાત્ર અરજદારને મળવાં કહેતાં સાથે આવેલ જાગૃત નાગરિકોએ સૌની હાજરીમાં ચર્ચા કરવા આગ્રહ કર્યો હતો. જેનો ટીડીઓ કૃણાલ ડામોરે મનાઇ કરતાં અરજદાર કે સાથી ગ્રામજનો ફરિયાદ પછીની તપાસ જાણી શક્યા નહિ. આ પછી મામલો વધુ ગરમાયો વાંચો નીચેના ફકરામાં.
સમગ્ર મામલે પૂછતાં અરજદારે કહ્યું કે, એકલા મળવું યોગ્ય લાગ્યું નથી. આ સાથે અરજદારના સાથી ગ્રામજન અને જાગૃત શિક્ષક ભરત ચારેલે જણાવ્યું કે, સૌની હાજરીમાં મળવા શું વાંધો છે કેમકે જો અરજદાર એકલા જાય અને પછી ભૂતકાળમાં એક ઘટના બની તેમ ટીડીઓ પોલીસ બોલાવી કંઈ સમસ્યા સર્જી શકે. કેમ કે થોડાં સમય પહેલાં એક અરજદાર ટીડીઓ ચેમ્બરમાં ગયા બાદ કૃણાલ ડામોરે પોલીસ બોલાવી પછી અરજદારને બે ત્રણ દિવસે જામીન મળ્યા હતા. અહિં સૌથી મોટી વાત સામે આવી કે, ટીડીઓનો જો આટલો ડર ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતાં જાગૃત નાગરિકોને હોય તો રાજ્યના મૃદુ મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી ડર દૂર કરવો પડે તેવી લોકમાંગ ઉઠી છે. વાંચો નીચેના ફકરામાં પૈસા ખાઇ ગ્યાના આરોપ કોને
આ દરમ્યાન જાગૃત શિક્ષક અને સંઘની ચૂંટણીના દાવેદાર એવા ભરત ચારેલે ચોંકાવનારા આક્ષેપ કર્યા કે, ટીડીઓ, તલાટી અને સરપંચ પૈસા ખાઇ ગ્યા છે. અમો મૂળ ગામલોકો છીએ અને ગામલોકોને એકસાથે મળવામાં ટીડીઓને શું વાંધો છે?