ચકચાર@સાવલી: બહુથા ગામે શંકાસ્પદ માંસનો જથ્થો મળ્યો,બિનવારસી માંસનો કરાયેલો નિકાલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાવલીના બહુથા ગામ પાસે મીની નદીનાં બ્રિજ પાસે અવાવરૂ જગ્યાએથી મોટી માત્રામાં શંકાસ્પદ માંસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ગત રાત્રિના 9 વાગ્યાની આજુબાજુ બહૂથા ગામની સીમમાં નદી કિનારે સ્થાનિક લોકો દ્વારા શંકાસ્પદ માંસનો જથ્થો ધ્યાને આવ્યો હતો. આ જથ્થા બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવના પગલે ગૌ-રક્ષકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને તેઓએ જેસીબી મશીન દ્વારા ખાડો ખોદીને દુર્ગંધ મારતું માંસ દફ્નાવવામાં આવ્યું હતું.સમગ્ર પંથક માં મોટી માત્રા માં માસ નો જથ્થો મળતા ભારે ચર્ચા જાગી હતી.આટલી મોટી માત્રામાં માંસ કોણ ક્યારે કેવી રીતે નાખી ગયું એ તપાસનો વિષય છેસાવલી ગૌ-રક્ષકો સ્થળ પર પહોંચીને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદ માંસ નાખવાના આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અને માંસનો પ્રકાર જાણવા FSLની ટીમની મદદ લેવાઇ હતી. હાલ પોલીસે જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી બાજુ પોલીસ પણ આગામી દિવસોમાં રમજાન ઈદ અને ઇલેક્શન હોય પોલીસ સતર્ક છે.