આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, હારીજ

હારીજમાં ખેડૂતોએ માઇનોર કેનાલોમાં પાણી બંધ થતાં ચક્કાજામ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્રારા માઇનોર કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવતા પાક સુકાઇ જવાની નોબત ઉભી થઇ છે. જેને લઇ આજે સવારે અચાનક મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ જશોમાવ નજીક ચક્કાજામ કર્યો હતો. જેને લઇ દોઢ કલાકથી વધુ સમય સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાને લઇ નર્મદાના સત્તાધિશો અને પોલીસે સ્થળ પર જઇ સમજાવટના પ્રયાસો હાથ ધર્યા બાદ પાંચ દિવસમાં પાણી છોડવાની બાંહેધરી અપાતા આંદોલન સમેટાયુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજ પંથકમાંથી પસાર થતી કુકરાણા ડીસ્ટ્રીબ્યુટરીની માઇનોર કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા ખેડૂતો રોષે ભરાયા છે. કુકરાણા ડીસ્ટ્રીમાંથી કુકરાણા, રવદ, પાલીપુર, નવા ખાખબડી અને ઓરૂમાણા સહિતના વિસ્તારોને સિંચાઇ માટે પાણી મળે છે. અરીઠા, વાગોસણ, કુકરાણા, કુકરાણા બ્રાન્ચ, રવદ, પાલીપુર અને નવા માઇનોર કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યુ હતુ. જેને લઇ આક્રોશિત થઇ ખેડૂતોએ આજે જશોમાવ પાસે હાઇવે ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતાં નર્મદાના સત્તાધિશો અને પોલીસ કાફલાએ સ્થળ ઉપર જઇ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

કુકરાણા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર ગઇકાલે હારીજ મામલતદારને આ અંગે ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કુકરાણા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર ગઇકાલે હારીજ મામલતદારને આ અંગે ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી. જોકે આજે વહલે સવારે પંથકના ખેડૂતોએ હાઇવે ચક્કાજામ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઇ દોઢ કલાકથી વધુ સમય સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે નર્મદાના સત્તાધિશો અને પોલીસે સમજાવટ કરતા અને ખાસ વિદ્યાર્થીઓને પરિક્ષા હોવાથી મામલો થાળે પડ્યો હતો. તંત્રએ આગામી પાંચ દિવસમાં પાણી છોડવાની ખાત્રી આપતા મામલો સમેટાયો હતો. જોકે કુકરાણા ખેડૂત જયેન્દ્રસિંહે ચિમકી ઉચ્ચારી હતી કે જો પાણી છોડવામાં નહિ આવે તો હું આત્મવિલોપન કરીશ જેની સંપુર્ણ જવાબદારી ચાણસ્મા નર્મદાના નાયબ કાર્યપાલક વિજય પટેલની રહેશે. જેથી સ્થાનિક પોલીસે તેમની અટકાયત કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code