ચકચાર@ડીસા: મોડીરાત્રે બસસ્ટેન્ડમાં મુસાફર યુવતિ સાથે હોમગાર્ડનું દુષ્કર્મ

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી) ડીસા પંથકને કલંકિત અને શર્મસાર કરતી ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. ગત મોડી રાત્રે બસસ્ટેન્ડમાં ઉતરેલી મુસાફર યુવતિ પોતાના સ્થળે પહોંચે તે પહેલા દુષ્કર્મનો ભોગ બની હતી. સુરક્ષા માટે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ મુસાફર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ચકચારી ઘટનાને લઇ પોલીસ અને એસટીની
 
ચકચાર@ડીસા: મોડીરાત્રે બસસ્ટેન્ડમાં મુસાફર યુવતિ સાથે હોમગાર્ડનું દુષ્કર્મ

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી)

ડીસા પંથકને કલંકિત અને શર્મસાર કરતી ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. ગત મોડી રાત્રે બસસ્ટેન્ડમાં ઉતરેલી મુસાફર યુવતિ પોતાના સ્થળે પહોંચે તે પહેલા દુષ્કર્મનો ભોગ બની હતી. સુરક્ષા માટે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ મુસાફર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ચકચારી ઘટનાને લઇ પોલીસ અને એસટીની નિગમની સલામતી સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે આરોપી હોમગાર્ડની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@ડીસા: મોડીરાત્રે બસસ્ટેન્ડમાં મુસાફર યુવતિ સાથે હોમગાર્ડનું દુષ્કર્મ

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના બસડેપોમાં દુષ્કર્મની ઘટના બની છે. મુખ્ય બસસ્ટેન્ડમાં ફરજ બજાવતા ત્રણ હોમગાર્ડ જવાનોએ રાત્રે અમદાવાદથી આવેલી મુસાફર યુવતી સાથે સામુહિક દુષ્કર્મની કોશિષ કરી હતી. આ દરમ્યાન ત્રણ આરોપી પૈકી હોમગાર્ડ જવાને યુવતિ સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે યુધ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. જેમાં બસસ્ટેન્ડમાં ચાની કીટલી ધરાવતા ઇસમની ભુમિકા પણ હોવાનું સામે આવ્યુ છે.

ચકચાર@ડીસા: મોડીરાત્રે બસસ્ટેન્ડમાં મુસાફર યુવતિ સાથે હોમગાર્ડનું દુષ્કર્મ

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોડીરાત્રિની ઘટના બાદ ડીસા ઉત્તર પોલીસ મથક દ્રારા તપાસ શરૂ કરવામાં આવતા મામલો બહાર આવ્યો છે. બસસ્ટેન્ડમાં મુસાફર સહિતની સુરક્ષા માટે મુકેલા હોમગાર્ડે જ યુવતિ સાથે દુષ્કર્મ કરતા કાયદો અને વ્યવસ્થા ચિંતાજનક બની છે. પોલીસે આરોપી હોમગાર્ડ અને ચાની કીટલી ધરાવતા ઇસમની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે. આ દરમ્યાન દુષ્કર્મમાં વધુ આરોપી હોવાની સંભાવનાને પગલે પોલીસે ટીમ બનાવી તપાસ તેજ કરી છે.