ચકચાર@સમી: લોકડાઉનમાં હથિયારો લઇ છુટ્યાં, 13 મહિલા સામે ફરીયાદ

અટલ સમાચાર, સમી સમી તાલુકાના ગામે લોકડાઉન વચ્ચે હથિયારો સાથે બબાલ થઇ હોવાનું સામે આવ્યુ છે. સવારના સમયે ગામમાં શાકભાજી લેવા ગયેલ મહિલા ઉપર ગામના જ કેટલાક ઇસમોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ સમી પોલીસ સ્ટેશને નોંધાઇ છે. લોકડાઉનની કડક અમલવારી વચ્ચે ધિંગાણાને લઇ ફરીયાદીએ 13 મહિલા અને 13 પુરૂષના નામજોગ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
 
ચકચાર@સમી: લોકડાઉનમાં હથિયારો લઇ છુટ્યાં, 13 મહિલા સામે ફરીયાદ

અટલ સમાચાર, સમી

સમી તાલુકાના ગામે લોકડાઉન વચ્ચે હથિયારો સાથે બબાલ થઇ હોવાનું સામે આવ્યુ છે. સવારના સમયે ગામમાં શાકભાજી લેવા ગયેલ મહિલા ઉપર ગામના જ કેટલાક ઇસમોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ સમી પોલીસ સ્ટેશને નોંધાઇ છે. લોકડાઉનની કડક અમલવારી વચ્ચે ધિંગાણાને લઇ ફરીયાદીએ 13 મહિલા અને 13 પુરૂષના નામજોગ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ અફરાતફરીના માહોલ વચ્ચે ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચકચાર@સમી: લોકડાઉનમાં હથિયારો લઇ છુટ્યાં, 13 મહિલા સામે ફરીયાદ

પાટણ જીલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે સવારે નજીવી બાબતમાં બબાલ થઇ હોવાનું સામે આવ્યુ છે. બાસ્પાના માનુબા ગાંડાજી વાઘેલાએ નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓ આજે સવારે શાકભાજી લેવા ગામમાં નિકળ્યા હતા. આ દરમ્યાન આશાપુરી માતાના મંદીર આગળ ચોકમાં નાડોદા કમુબેન મોહનભાઇને તેમને અટકાવ્યા હતા. તેમને માનુબાને કહ્યુ હતુ કે, તમોને ના પાડેલા છતાં કેમ શાકભાજી લેવા બહાર નિકળો છો ? આમ કહી બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગ્યા બાદ પડોશમાંથી આવેલી મહિલા અને પુરૂષોએ ઇંટો વડે પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો હતો.

ચકચાર@સમી: લોકડાઉનમાં હથિયારો લઇ છુટ્યાં, 13 મહિલા સામે ફરીયાદ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઝઘડા દરમ્યાન આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તમોએ અમારો એક માણસ મારી નાંખેલ છે. આ દરમ્યાન ફરીયાદી દોડીને પોતાના મહોલ્લામાં સામંતસિંહના ઘરે જતા રહ્યા બાદ આરોપીઓએ તેમની ઉપર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇ હાલ ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ છે. જોકે ફરીયાદી માનુબા ગાંડાજી વાઘેલાએ 26 લોકોના નામજોગ સમી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.