આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગીરીશ જોષી 

વડગામ તાલુકાના ગામે આવેલી શાળામાં ગઇકાલે રવિવારે અચાનક શાળાના જ શિક્ષક આવ્યા હતા. આ દરમ્યાન દારૂનુ સેવન કરતા હોવાનું ગામલોકોએ ખબર પડતા મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. શિક્ષકને તેના દારૂડીયા મિત્રો સાથે પકડી ગામલોકોએ બરોબરનો ધમકાવ્યો હતો. આ પછી ભારે દોડધામ મચી જતાં આજે સોમવારે કાર્યવાહી સામે આવી છે. તપાસ માટે તાલુકાની ટીમ પહોંચે તે પહેલા ગામલોકોએ શિક્ષકને પોલીસના હવાલે કરી દીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના પસવાદળ ગામની પ્રાથમિક શાળામાં બનેલી ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ છે. શાળાના શિક્ષક ખોડા ભીખાભાઇ પરમાર ગઇકાલે રવિવારે ગામના મિત્રો સાથે શાળામાં આવ્યા હતા. કોઇ સરકારી કામ ન હોવા છતાં શાળામાં શિક્ષકને જોઇ ગામલોકો મુંઝવણમાં મુકાયા હતા. આ દરમ્યાન શિક્ષક ભીખાભાઇએ મિત્રો સાથે દારૂ ઢીંચતા હોવાનું ગામલોકોને ખબર પડતા આગેવાનો સહિતના તાત્કાલિક શાળાએ દોડી આવ્યા હતા. જેમાં દારૂ પીતા શિક્ષક અને તેના દારૂડીયા મિત્રોને ભારે ઠપકો આપ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રાથમિક શાળામાં દારૂડીયા શિક્ષકની ઘટનાની જાણ થતાં તાલુકા શિક્ષણની ટીમ આજે સોમવારે તપાસમાં પહોંચી હતી. જોકે શાળામાં ત્રણ શિક્ષકોના મહેકમ વચ્ચે તપાસ કરતા દારૂડીયા શિક્ષક ભીખાભાઇને ગામલોકોએ ભેગા થઇ પોલીસને હવાલે કરી દીધો હતો. સમગ્ર મામલે બીટ કેળવણી નિરીક્ષક નફીસાબેને જણાવ્યુ હતુ કે, પસવાદળ શાળામાં આજે સવારે ૧૧ વાગ્યે પહોંચતા ભીખાભાઇ મળ્યા નથી. જોકે સરંપચ અને એસએમસી અધ્યક્ષને વિગતો માટે બોલાવ્યા છતાં આવ્યા ન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code