આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ શહેર પોલીસને આજે સાંજે પેટ્રોલિંગ દરમિયાન ગંભીર સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. સોસાયટી નજીકથી પસાર થતી પીઆઇની ટીમે બહાર બેઠેલા રહીશોને ઘેર જવા સુચના આપી હતી. આ પછી પોલીસની ગાડી નિકળતાં કેટલાક ઈસમોએ ચિચિયારીઓ પાડી હરકત કરી હતી. જેથી ગાડી પરત સોસાયટીમાં લાવતાં જ તોફાની તત્વોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ સાથે ધોકા વડે પોલીસ કર્મચારી ઉપર હુમલો પણ કર્યો હતો. જેમાં પીઆઇ સહિતના ઈજાગ્રસ્ત થતાં ચકચાર મચી ગઇ છે. તાત્કાલિક પોલીસ કાફલો બોલાવી મહિલા સહિત 14 આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ બી ડિવિઝન પોલીસની ટીમ સાંજે 6 વાગ્યાના સુમારે મીરા દરવાજા નજીકથી પસાર થઈ હતી. આ દરમ્યાન લોકડાઉન છતાં બહાર બેઠેલા રહીશોને પોલીસે ઘરમાં જવા સુચના આપી હતી. સુચના આપી જેવી પોલીસની ગાડી નિકળી એવાં તુરંત રહીશો પૈકીના ઈસમોએ બૂમ અને ચિચિયારીઓ પાડી અયોગ્ય હરકત કરી હતી. આથી પીઆઇ સહિતના ગાડી લઈ સીધા સોસાયટીમાં ગયા હતા. પોલીસની ગાડી જોઈ દેવીપૂજક સમાજના તોફાની તત્વોએ રીતસર પથ્થરમારો કર્યો હતો. મહિલા સહિતના 10થી વધુ ઈસમોએ પથ્થરો અને પાઇપો વડે હુમલો કર્યો હતો. જેમાં પીઆઇ ચિરાગ ગોસાઇ સહિતના ઈજાગ્રસ્ત થયા હતા. આ પછી તુરંત પોલીસ કાફલો બોલાવી હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.


સૂત્રોએ જણાવ્યું હતું, બી ડિવિઝન પોલીસે દેવીપૂજક સમાજના 12 પુરુષ અને 2 મહિલાને પકડી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. કુલ 14 ઈસમો પૈકી 3 મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટી વાત છે કે, આજે એસપીએ વીડીયો રજૂ કરી કાયદાની તાકાત મોટી હોવાનું જણાવી તોફાનીઓને ચિમકી આપી હતી. આ વિડિયોના ગણતરીના કલાકોમાં પોલીસ ઉપર હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code