આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામે ચલો ગાંવ કી ઓર કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં વિવિધ કોલેજના એમ.એસ.ડબલ્યુના વિધાર્થીઓ દ્વારા સતત ચાર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. સમાજકાર્ય ભવન,ગણપત વિશ્વ વિધાલય,લવ ઇન્ડિયા ફેલોશીપ,ગ્રામ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત કડાના સહયોગથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કડા ખાતે યોજાયેલ ચાર દિવસીય કાર્યક્રમમાં રાજ્યની ૦૯ શૈક્ષણિક સંસ્થાના ૧૨૯ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.સતત ચાર દિવસો દરમિયાન યુથ વિકાસ,સી.એસ.આર પ્રવૃતિ,સ્વચ્છતા અભિયાન,વ્યસન મુક્તિ અભિયાન,નાણાંકીય સાક્ષરતા,ગ્રામીણ ઉત્થાન સહિતના વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા વ્યક્તવ્ય રજુ કરાયું હતું
ચલો ગાંવકી ઓરના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતંણ કે ગામડાઓનો વિકાસ જરૂરી છે. રાજ્ય સરકાર પણ સતત ગામડાઓનો વિકાસ થાય તે દિશામાં કટિબધ્ધ બની છે. ગામડાઓમાં શહેર જેવી સુવિધા મળે તે દિશામાં કામ થઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર એચ.કે.પટેલે ઉમેર્યું હતું કે ગામડાઓમાં શિક્ષણ,આરોગ્યની વિશેષ સુવિધાઓ ઉપલ્બધ થઇ છે.તેમને ગ્રામજનોને સ્વચ્છતા અભિયાન,બેટી બચાવો અભિયાન,વ્યસન મુક્તિ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી હતી
કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા ચાર દિવસ દરમિયાન થયેલ કામગીરીની પ્રશંસા ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત વિધાર્થીઓને વિવિધ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.કડા ગામે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ જેવી કે રસોઇ શો ના વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code