ચાણક્ય નીતિઃ ધનના મામલે આવી ભૂલો ના કરતાં નહીંતર થઇ જશો ગરીબ

અટલ સમાચાર, ડેસ્ક ચાણક્યને રાજનીતિ શાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્રની સાથે અર્થશાસ્ત્રનું ઉંડુ જ્ઞાન હતુ. ચાણક્ય અનુસાર ભૌતિક જીવનમાં જેની પાસે લક્ષ્મીજીની કૃપા અને આશિર્વાદ રહે છે તે વ્યક્તિ અનેક પ્રકારની અડચણો અને સંકટોથી બચી રહે છે. ચાણક્ય અનુસાર જીવનમાં ધનનું વિશેષ મહત્વ છે. સુખોનું એક મોટુ પરિબળ ધન છે. ધનની ઉપયોગિતા કોઇનાથી છુપી નથી. દરેક વ્યક્તિ
 
ચાણક્ય નીતિઃ ધનના મામલે આવી ભૂલો ના કરતાં નહીંતર થઇ જશો ગરીબ

અટલ સમાચાર, ડેસ્ક

ચાણક્યને રાજનીતિ શાસ્ત્ર, કૂટનીતિ શાસ્ત્રની સાથે અર્થશાસ્ત્રનું ઉંડુ જ્ઞાન હતુ. ચાણક્ય અનુસાર ભૌતિક જીવનમાં જેની પાસે લક્ષ્‍મીજીની કૃપા અને આશિર્વાદ રહે છે તે વ્યક્તિ અનેક પ્રકારની અડચણો અને સંકટોથી બચી રહે છે. ચાણક્ય અનુસાર જીવનમાં ધનનું વિશેષ મહત્વ છે. સુખોનું એક મોટુ પરિબળ ધન છે. ધનની ઉપયોગિતા કોઇનાથી છુપી નથી. દરેક વ્યક્તિ પોતાના જીવન સ્તરને ઉમદા અને સુરક્ષિત બનાવવા માટે ધન તરફ આકર્ષિત થાય છે. ધન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ મોટામાં મોટુ જોખમ ઉઠાવવા માટે તૈયાર રહે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચાણક્ય અનુસાર ધનની પ્રાપ્તિ પરિશ્રમથી થાય છે. તેની સાથે જ કેટલીક એવી બાબતો છે જેનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો તો લક્ષ્‍મીજીની કૃપા તમારા પર હંમેશા રહેશે.

આળસનો ત્યાગ કરો

ચાણક્ય અનુસાર આજના કામને જે વ્યક્તિ કાલ પર ટાળી દે તે ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. સફળતા ન મળવાના કારણે આવા લોકો ધન માટે તરસતા રહે છે. લક્ષ્‍મીજીનો આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે આળસનો ત્યાગ કરવો પડે છે.

બીજાને હાનિ પહોંચાડવા માટે ધનનો ઉપયોગ ન કરો

ચાણક્ય અનુસાર ધનનો પ્રયોગ પોતાના અને માનવ કલ્યાણ માટે કરવો જોઇએ જે લોકો ધનનો પ્રયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરે છે એવા લોકોથી લક્ષ્‍મીજી નારાજ થઇ જાય છે અને સાથ છોડી દે છે.

ક્રોધ ન કરો

ચાણક્ય અનુસાર ક્રોધ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે. ક્રોધથી વ્યક્તિને હંમેશા દૂર રહેવુ જોઇએ. ક્રોધમાં વ્યક્તિ સારા-ખરાબ વચ્ચેનું અંતર ઓળખી નથી શકતો, જેના કારણે સમય આવતા તેણે નુકસાન વેઠવુ પડે છે. ક્રોધ કરનાર મનુષ્યને લક્ષ્‍મીજી પસંદ નથી કરતાં.