ચંદ્રયાન 2: માઇનસ 200 ડિગ્રીનો પારો સહન કરી શકશે લેન્ડર વિક્રમ ?

અટલ સમાચાર, ડેસ્ક શું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકો ફરી એકવાર લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધી શકશે? શું લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે કોઈ ડેડલાઇન છે? આ સવાલોના જવાબની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે. ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમને માઇનસ 200 ડિગ્રીનો પારો સહન કરવાની નોબત આવી છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક
 
ચંદ્રયાન 2: માઇનસ 200 ડિગ્રીનો પારો સહન કરી શકશે લેન્ડર વિક્રમ ?

અટલ સમાચાર, ડેસ્ક

શું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકો ફરી એકવાર લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધી શકશે? શું લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે કોઈ ડેડલાઇન છે? આ સવાલોના જવાબની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે. ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમને માઇનસ 200 ડિગ્રીનો પારો સહન કરવાની નોબત આવી છે.

ચંદ્રયાન 2: માઇનસ 200 ડિગ્રીનો પારો સહન કરી શકશે લેન્ડર વિક્રમ ?
file photo

ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા પૂરી તાકાત લગાવી દીધી છે. આ મિશનને પૂરું કરવા માત્ર 10 દિવસનો સમય બચ્યો છે. 21 સપ્ટેમ્બર સુધી જ ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી શકે છે. 14 દિવસ સુધી જ વિક્રમને સૂરજનો પ્રકાશ મળશે. નોંધનીય છે કે, લેન્ડર અને રોવરને માત્ર 14 દિવસ સુધી કામ કરવાનું હતું.

માઇનસ 200 ડિગ્રીનો કહેરઃ-

ચંદ્રની સપાટી પર ઠંડી ખૂબ જ ખતરનાક હોય છે. ખાસ કરીને સાઉથ પોલમાં તો તાપમાન માઇનસ 200 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. લેન્ડર વિક્રમે સાઉથ પોલમાં જ લેન્ડ કર્યુ છે. વિક્રમ સાથે સંપર્ક કરવા માટે ઇસરો કર્ણાટકના એક ગામ બયાલાલુથી 32 મીટરના એન્ટિનાનો ઉપયોગ કરી રહ્યું છે. ઇસરો પ્રયાસ કરી રહ્યું છે કે, ઓર્બિટરના માધ્યમથી સંપર્ક કરી શકાય.