ચંદ્રયાન-2: લૅન્ડર વિક્રમની તસવીરો ન લઈ શક્યું NASA, જાણો કારણ

અટલ સમાચાર,ડેસ્ક ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિકોએ લૅન્ડર વિક્રમ સાથે ફરીથી સંપર્ક સાધવા માટેની આશા હવે છોડી દીધી છે. ચંદ્રયાન-2 મિશનમાં ભારત માટે અંતિમ આશા દુનિયાના સૌથી મોટા સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન નાસા હતું. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ત્યાંથી પણ સારા સમાચાર નથી મળ્યા. નાસાનું ઑર્બિટર લૅન્ડર વિક્રમની તસવીરો લેવામાં નિષ્ફળ રહ્યું છે.
 
ચંદ્રયાન-2: લૅન્ડર વિક્રમની તસવીરો ન લઈ શક્યું NASA, જાણો કારણ

અટલ સમાચાર,ડેસ્ક

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિકોએ લૅન્ડર વિક્રમ સાથે ફરીથી સંપર્ક સાધવા માટેની આશા હવે છોડી દીધી છે. ચંદ્રયાન-2 મિશનમાં ભારત માટે અંતિમ આશા દુનિયાના સૌથી મોટા સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન નાસા હતું. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ત્યાંથી પણ સારા સમાચાર નથી મળ્યા. નાસાનું ઑર્બિટર લૅન્ડર વિક્રમની તસવીરો લેવામાં નિષ્ફળ રહ્યું છે.

ચંદ્રયાન-2: લૅન્ડર વિક્રમની તસવીરો ન લઈ શક્યું NASA, જાણો કારણ
File Photo

7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2નું લૅન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર હાર્ડ લૅન્ડિંગ થયું હતું. તેના કારણે લૅન્ડરના ચારમાંથી એક થ્રસ્ટર ત્રાંસુ થઈ ગયું અને ગ્રાઉન્ડ સ્ટેશનથી સંપર્ક તૂટી ગયો. ચંદ્ર પર લૂનર ડે ખતમ થયા બાદ અંધારું થઈ ગયું છે. જેગી હવે ઘાયલ વિક્રમની તસવીરો પણ નથી મળી રહી.

ચંદ્રયાન-2: લૅન્ડર વિક્રમની તસવીરો ન લઈ શક્યું NASA, જાણો કારણ

બે દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે નાસાનો સૅટેલાઇટ LRO આ દિવસોમાં ચંદ્રની પરિક્રમા કરી રહ્યો છે અને તે બુધવારની રાત્રે તે વિસ્તારની પાસે પહોંચવાનો છે, જ્યાં કદાચ લૅન્ડર વિક્રમ પડ્યું હોય. પરંતુ અમેરિકાની અંતરિક્ષ એજન્સીનું કહેવું છે કે તે તેમના ઑર્બિટરમાં લાગેલા કેમેરાની પહોંચથી બહાર છે.

વેબસાઇટ એવિએશન વીક મુજબ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં જ્યાં લૅન્ડર વિક્રમ સંપર્કથી બહાર થયું છે, ત્યાં લાંબા પડછાયા પડવાના કાણે કેમેરા યોગ્ય રીતે તસવીરો નથી લઈ શક્યા. મૂળે, ચંદ્ર ખાતે બે સપ્તાહ દિવસ બાદ ફરીથી રાત થઈ જાય છે. એવામાં આ ફેરફારના સમયમાં ત્યાંના મોટાભાગના વિસ્તારોને પડછાયાએ ઘેરી લીધા છે. એવામાં લૂનર રિકોનિસેંસ ઑર્બિટર કેમેરા (LROC) ત્યાંની તસવીરો નથી લઈ શક્યું.