આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ભારતના ચંદ્રયાન-2 મિશન હજુ ખતમ નથી થયું. ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમને ફરી કાર્યરત કરવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. હવે આ અભિયાનમાં દુનિયાની સૌથી મોટું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NASA) પણ જોડાઈ ગઈ છે. અંગ્રેજી અખબાર ‘ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ મુજબ, લેન્ડર વિક્રમને નાસા પણ સંદેશ મોકલી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ કોમ્યુનિકેશન એક તરફી જ રહ્યું છે. એટલે કે લેન્ડર વિક્રમ તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો.

swaminarayan
advertise

મહત્વનું છે કે, ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે શનિવારે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદથી અત્યાર સુધી 6 દિવસ પસાર થઈ ચૂક્યા છે. પરંતુ હજુ સુધી ચંદ્રની સપાટીથી કોઈ સારા સમાચાર નથી આવ્યા. આ મિશનને પૂરું કરવા માટે ઇસરોના વૈજ્ઞાનિકો પાસે હવે માત્ર 9 દિવસનો સમય બચ્યો છે. 21 સપ્ટેમ્બર સુધી જ તેઓ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી શકે છે. ત્યારબાદ લૂનર નાઇટની શરૂઆત થઈ જશે. જ્યાં સ્થિતિ બિલકુલ બદલાઈ જશે. 14 દિવસ સુધી જ વિક્રમને સૂરજનો પ્રકાશ મળશે.

NASAની જેટ પ્રોપલશન લેબોરેટરી (NASA/JPL)એ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. નાસા આ કામ ડીપ સ્પેસ નેટવર્ક (DSN)ના માધ્યમથી કરી રહ્યું છે. અમેરિકાના એક એસ્ટ્રોનોટ સ્કોટ ટિલે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે નાસાએ કેલિફોર્નિયા સ્થિત DSN સ્ટેશનથી લેન્ડર વિક્રમને રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. તેઓએ સિગ્નલને રેકોર્ડ કરી ટ્વિટર પર શેર કરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code