ચંદ્રયાન-2: અંતરિક્ષમાંથી પૃથ્વીની અદભૂત તસવીરો મોકલી, ઈસરોએ તસ્વીરો શેર કરી

અટલ સમાચાર, ડેસ્ક ચંદ્ર મિશન પર નીકળેલી ભારતના ચંદ્રયાન-2એ પહેલીવાર પૃથ્વીની સુંદર તસવીરો મોકલી છે. ચંદ્રયાન-2એ મોકલેલી તસવીરોને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ પોતાના ટ્વીટર પર શેર કરી છે. જેને જોઈને પૃથ્વીની ખુબસુરતીનો અંદાજો લગાવી શકાય. ISROએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી આ ફોટાને શેર કરતા લખ્યું છે કે ચંદ્રયાન-2માં વિક્રમ લેન્ડર દ્વારા ક્લીક કરાયેલી સુંદર તસવીરોનો
 
ચંદ્રયાન-2: અંતરિક્ષમાંથી પૃથ્વીની અદભૂત તસવીરો મોકલી, ઈસરોએ તસ્વીરો શેર કરી

અટલ સમાચાર, ડેસ્ક

ચંદ્ર મિશન પર નીકળેલી ભારતના ચંદ્રયાન-2એ પહેલીવાર પૃથ્વીની સુંદર તસવીરો મોકલી છે. ચંદ્રયાન-2એ મોકલેલી તસવીરોને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ પોતાના ટ્વીટર પર શેર કરી છે. જેને જોઈને પૃથ્વીની ખુબસુરતીનો અંદાજો લગાવી શકાય. ISROએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી આ ફોટાને શેર કરતા લખ્યું છે કે ચંદ્રયાન-2માં વિક્રમ લેન્ડર દ્વારા ક્લીક કરાયેલી સુંદર તસવીરોનો પહેલો સેટ અદભૂત જોવા મળી રહ્યો છે.

ઈસરોએ ચંદ્રયાન 2 દ્વારા મોકલવામાં આવેલી તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે 3 ઓગસ્ટ 2019ના રોજ 17:29 મિનિટ પર ચંદ્રયાન-2 LI4 કેમેરાએ પૃથ્વીની તસવીરો મોકલી છે. ચંદ્ર મિશન પર નીકળેલા ભારતના ચંદ્રયાન-2નું લોન્ચિંગ 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2.43 મિનિટે થયું હતું. ત્યારબાદ સતત તે પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-2ને ઈસરોના બાહુબલી રોકેટ કહેવાતા જીએસએલવી એમકે3 દ્વારા અંતરિક્ષમાં લોન્ચ કરાયું હતું. લોન્ચિંગની 16 મિનિટ 14 સેકન્ડ બાદ રોકેટથી યાન અલગ થઈને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થયું હતું. આ મિશન હેઠળ વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે અને ત્યાં વિભિન્ન શોધ કરશે.

ચંદ્રયાન-2ની પેરીજી 277 કિલોમીટર અને એપોજી 89,472 કિલોમીટર કરી દેવાઈ છે, ત્યારબાદ હવે 6 ઓગસ્ટના રોજ પાંચમીવાર તેની કક્ષા બદલવામાં આવશે. આ અગાઉ 2 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2એ ચોથીવાર સફળતાપૂર્વક પોતાની કક્ષા બદલી હતી.