ફેરફાર@ગુજરાત: 6 ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી, ચૈતન્ય માંડલિક બન્યા DCP

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના રસીકરણ દરમ્યાન સ્થાનિક સ્વરાજ ચુંટણીના પડઘમો સંભળાઈ રહ્યા છે. એવામાં રાજ્યના ગહ વિભાગે ગઈકાલ મોડી સાંજે 6 આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા ડીસીપી તરીકે ચૈતન્ય માંડલિક, જેસીપી ક્રાઇમ તરીકે અમદાવાદ સ્પેશલ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંહને નિમણૂક કરાઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ફેરફાર@ગુજરાત: 6 ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી, ચૈતન્ય માંડલિક બન્યા DCP

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના રસીકરણ દરમ્યાન સ્થાનિક સ્વરાજ ચુંટણીના પડઘમો સંભળાઈ રહ્યા છે. એવામાં રાજ્યના ગહ વિભાગે ગઈકાલ મોડી સાંજે 6  આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા ડીસીપી તરીકે ચૈતન્ય માંડલિક, જેસીપી ક્રાઇમ તરીકે અમદાવાદ સ્પેશલ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંહને નિમણૂક કરાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના 6 જેટલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 2005 બેંચના અમદાવાદ શહેર એડિશનલ સીપી પ્રેમવીરસિંહને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી અને અમદાવાદ શહેર સ્પેશિયલ બ્રાન્ચન વધારાના ચાર્જની જવાબદારી સોપાંઈ છે. આ સિવાય 1998 બેંચના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી જેસીપી અમિત વિશ્વકર્માને એટીએસમાં મુકાયા છે, સાથે તેમને કોસ્ટલ સિક્ટોરિટીનો વધારાનો ચાર્જ સોપંવામાં આવ્યો છે. 2001 બેંચના સાબરકાંઠાના એસપી ચૈતન્ય માંડલિકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા ડીસીપી તથા એસઆરપી ગ્રુપ 8 ગોંડલના કમાન્ડન્ટ જગદીશ ચાવડા આઈબીમાં મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત 2000 બેચના આઈજીપી વી ચંદ્રશેખરને અમદાવાદ રેન્જ આઈજી, 2008 બેંચના ટેક્નિકલ સર્વિસિસના એસપી નિરજ બડબૂજરને સાબારકાંઠા એસપી બનાવવામાં આવ્યા છે. આ સિવાય 1996 બેન્ચના ત્રણ આઈપીએસ અધિકારીઓને આઈજી કેડરમાંથી એડિશનલ ડીજી કેડરમાં બઢતી અપાઈ છે.