ગાબડું@ઈડર: તાલુકા પંચાયતમાં સત્તાપલટો, પ્રમુખ સહિતના 5 ભાજપમાં

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) કોંગ્રેસની સત્તામાં ઠેર ઠેર ગાબડાં પડવાના ભાગરૂપે ઈડર તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પાંચ કોંગી ડેલિકેટ ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યની હાજરીમાં કેસરિયો ધારણ કર્યા બાદ સત્તા પલટો સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકા પંચાયતમાં 17 સભ્યો સાથે કોંગ્રેસની સત્તા હતી. જેથી ભાજપે સંગઠન
 
ગાબડું@ઈડર: તાલુકા પંચાયતમાં સત્તાપલટો, પ્રમુખ સહિતના 5 ભાજપમાં

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

કોંગ્રેસની સત્તામાં ઠેર ઠેર ગાબડાં પડવાના ભાગરૂપે ઈડર તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પાંચ કોંગી ડેલિકેટ ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યની હાજરીમાં કેસરિયો ધારણ કર્યા બાદ સત્તા પલટો સામે આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકા પંચાયતમાં 17 સભ્યો સાથે કોંગ્રેસની સત્તા હતી. જેથી ભાજપે સંગઠન પર્વના ભાગરૂપે કોંગ્રેસીઓને પણ પાર્ટીમાં જોડવા મથામણ આદરી હતી. આથી વાટાઘાટોને અંતે પ્રમુખ ધર્મેશ પટેલ અને ઉપપ્રમુખ શારદાબેન વણઝારા સહિત પાંચ સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. જેનાથી તાલુકા પંચાયતમાં હવે ભાજપની સત્તા આવે તેમ છે.

ઈડર ધારાસભ્ય હિતુ કનોડિયાની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે યાકુબ દાંત્રોલિયા, જયંતિ પટેલ અને પરાગ વણકર સહિતના કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા પંથકમાં રાજકીય હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, હવે આગામી ટર્મ માટે પ્રમુખ બદલાશે કે કેમ તે સસ્પેન્સ બન્યું છે.