પરિવર્તન@કાશ્મીર: ઉત્તર ગુજરાતમાં ગર્વ સાથે ઉજવણી, શ્રાવણમાં મહાદેવ કૃપા

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ દેશના ઈતિહાસમાં 72 વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવાઈ છે. આ સાથે લદાખ અને જમ્મૂ કાશ્મીરની ફેરરચના કરી કેન્દ્ર સરકારની ભુમિકા નક્કી કરવામાં આવી છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના થરા, શિહોરી, થરાદ, ડીસા, હારીજ, પાટણ, બાયડ, દાંતા
 
પરિવર્તન@કાશ્મીર: ઉત્તર ગુજરાતમાં ગર્વ સાથે ઉજવણી, શ્રાવણમાં મહાદેવ કૃપા

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

દેશના ઈતિહાસમાં 72 વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવાઈ છે. આ સાથે લદાખ અને જમ્મૂ કાશ્મીરની ફેરરચના કરી કેન્દ્ર સરકારની ભુમિકા નક્કી કરવામાં આવી છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના થરા, શિહોરી, થરાદ, ડીસા, હારીજ, પાટણ, બાયડ, દાંતા સહિતના શહેરોમાં સ્થાનિકો દ્વારા ગર્વ સાથે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે.

પરિવર્તન@કાશ્મીર: ઉત્તર ગુજરાતમાં ગર્વ સાથે ઉજવણી, શ્રાવણમાં મહાદેવ કૃપા

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ભારત સરકારના ઐતિહાસિક નિર્ણયની અસર થઇ છે. જમ્મુ અને કાશ્મીર રાજયનું પુન:ગઠન થતાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગર્વ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રહીશોમાં શ્રાવણ મહિને મહાદેવની કૃપા થઇ હોય તેમ આનંદ ચરમસીમાએ જઇ રહ્યો છે. સૌથી મહત્વની વાત છે કે, કોંગ્રેસના કાર્યકરો જ નહિ સમર્થકો અને વિચારધારા ધરાવતા લોકો પણ કેન્દ્રની ભાજપ સરકારના ઐતિહાસિક નિર્ણયને વધાવી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીર રાજયમાં 370 અને 35A કલમ દૂર થતા દેશમાં સમાન બંધારણ, સમાન નાગરિકતા, સમાન કાયદો અને સમાન નિતિ બની જશે. જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં અન્ય રાજયોના લોકોનું રહેઠાણ અને ધંધો-વ્યવસાય વધશે. આ સાથે કેન્દ્ર સરકારને સુરક્ષા બજેટમાં મોટી રાહત થશે. દીલ્હીની જેમ જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારની ભુમિકા વધશે. જેનાથી કાયદાકીય અને સુરક્ષાને લગતી બાબતોમાં સંસદના નિર્ણયો મહત્વપુર્ણ બનશે.