પરિવર્તન@મહેસાણા: પાલિકામાં ભાજપને મળી સત્તા, 44 બેઠકોમાંથી 33થી વધુ ઉમેદવારો વિજેતા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
મહેસાણા નગરપાલિકાની ચૂંટણી બાદ આજે મત ગણતરીના દિવસે ઉમેદવારો અને તેમના સમર્થકોની આતુરતાનો અંત આવ્યો છે. જોકે હજી પણ અમુક વોર્ડની મતગણતરી ચાલુ હોઇ કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
જેમાં મહેસાણા નગરપાલિકાના કુલ 11 વોર્ડની 40 બેઠકોની મતગણતરીને અંતે ભાજપના 33 વધુ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. આ તરફ કોંગ્રેસના માત્ર 7 ઉમેદવારો વિજેતા બનતાં તેમને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. અગાઉ કોંગ્રેસની સત્તા બાદ હવે ચૂંટણી અંતે ભાજપને પાલિકાનું સુકાન મળ્યુ છે.
ઉત્તર ગુજરાતની મહેસાણા નગરપાલિકામાં અગાઉ કોંગ્રેસ બાદ હવે ભાજપનો કેસરીયો લહેરાયો છે. કોંગ્રેસના ગઢ ગણાતાં વિસ્તારોમાં પણ ભાજપે જીત મેળવતાં ક્યાંકની ક્યાંક કોંગ્રેસને મતદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો હોય તેવું ચિત્ર બન્યુ છે.
આ તરફ આજે મહેસાણા શહેરના કુલ 11 વોર્ડના 44 બેઠકો પૈકી 40 બેઠકોની મતગણતરી પુર્ણ થઇ ચુકી છે. જેમાં ભાજપના 33 ઉમેદવારો વિજયી બન્યા તો સામે કોંગ્રેસના 7 ઉમેદવારો વિજયી બન્યા છે.