આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થવાની સંભાવના બનતાં કોંગ્રેસી નેતાઓ દોડતાં થયા છે. તાત્કાલિક અસરથી બેઠક બોલાવી તમામ સભ્યોને એકમત કરવા મથામણ કરી હતી. મહિલા પ્રમુખનો વિશ્વાસ હોવાનું જણાવી તમામ સભ્યોએ સહી કરી આપી છે. આથી સંભવતઃ સોમવારે અવિશ્વાસ પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવે તેમ છે.

કોંગ્રેસ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. કોંગ્રેસના કેટલાક સભ્યોએ નારાજ બની ભાજપ સાથે મળી સત્તા પરિવર્તન કરવા દોડધામ કરી હતી. મામલો પ્રદેશ કોંગ્રેસ સુધી પહોંચતા સત્તાપલટો થાય તે પહેલાં આગેવાનોએ બેઠક કરી હતી. હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે તમામ 29 સભ્યોને બોલાવી સાંભળવામાં આવ્યા હતા. આ દરમ્યાન અવિશ્વાસ પ્રસ્તાવ પાછો ખેંચવા ચર્ચા ગરમાઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કમલેશ પટેલ, બાબુભાઇ ઠાકોર અને ગોવાભાઇ રબારી સહિતના કોંગી આગેવાનો સમક્ષ સભ્યોએ રજૂઆત કરી હતી. જેમાં હાલ પુરતી કારોબારી સમિતીમાં ફેરફાર કરવા સહમતિ બની હતી. આની સામે તમામ 29 સભ્યોએ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પાછો ખેંચવા સહી કરી હતી. જેથી મહિલા પ્રમુખને હાશકારો થયો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સભ્યો એક થતાં ભાજપી સભ્યો ચોંકી ઉઠ્યા છે.

બોક્સ: સોમવારે સહીનો પત્ર આપી દરખાસ્ત પાછી ખેંચશે

સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, આગેવાનોની હાજરીમાં તમામ 29 સભ્યોએ હવે પ્રમુખમા પોતાને વિશ્વાસ હોવાનું જણાવી સહી કરી છે. આથી આગામી સોમવારે લેખિતમાં રજૂ કરી અવિશ્વાસને બદલે વિશ્વાસ હોવાનું જણાવશે.

01 Oct 2020, 4:13 AM (GMT)

COVID-19 Global Stats

34,263,581 Total Cases
1,020,425 Death Cases
25,495,239 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code