પરિવર્તન@ઠાકોરસેના: ગણતરીના કલાકોમાં અલ્પેશ-ધવલ થશે ભાજપના

અટલ સમાચાર,ગાંધીનગર, મહેસાણા આજે ગુરૂવારે ભાજપના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં અલ્પેશ અને ધવલ ભાજપના બની જશે. શક્તિ પ્રદર્શનના ભાગરૂપે ઠાકોર સેનાના આગેવાનો ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે. આ તરફ રાધનપુર સહિત પાટણ જિલ્લાના ભાજપી આગેવાનો પણ કમલમ જઇ રહ્યા છે. આથી ટૂંક સમયમાં રાધનપુર અને બાયડમાં રાજકીય લડાઇ શરૂ થશે. ઠાકોરસેના દ્વારા કેટલાક દિવસો અગાઉ
 
પરિવર્તન@ઠાકોરસેના: ગણતરીના કલાકોમાં અલ્પેશ-ધવલ થશે ભાજપના

અટલ સમાચાર,ગાંધીનગર, મહેસાણા

આજે ગુરૂવારે ભાજપના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં અલ્પેશ અને ધવલ ભાજપના બની જશે. શક્તિ પ્રદર્શનના ભાગરૂપે ઠાકોર સેનાના આગેવાનો ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે. આ તરફ રાધનપુર સહિત પાટણ જિલ્લાના ભાજપી આગેવાનો પણ કમલમ જઇ રહ્યા છે. આથી ટૂંક સમયમાં રાધનપુર અને બાયડમાં રાજકીય લડાઇ શરૂ થશે.

પરિવર્તન@ઠાકોરસેના: ગણતરીના કલાકોમાં અલ્પેશ-ધવલ થશે ભાજપના
જાહેરાત

ઠાકોરસેના દ્વારા કેટલાક દિવસો અગાઉ અમદાવાદ ખાતે બેઠક કરી તમામ બાબતો નક્કી કરી આંતરિક જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ધવલ ઝાલાએ મોટો નિર્ણય લેવા જઇ રહ્યાનું કહી ઈશારો કર્યો હતો. આથી આજે અલ્પેશ અને ધવલ ભાજપના બની જશે એટલે તુરંત ઠાકોર સેનાનું રાજકીય પરિવર્તન સામે આવશે.

પરિવર્તન@ઠાકોરસેના: ગણતરીના કલાકોમાં અલ્પેશ-ધવલ થશે ભાજપના
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું કે, ઠાકોર સેનાના ઉદયથી લઈ હમણાં સુધી ભાજપ સરકાર ઉપર કરેલા આકરા પ્રહારો હવે મનમાં દબાવી ભાજપ પ્રત્યે મનથી કે મૌખિક પ્રેમ બતાવવો. જેનાથી યુવા ઠાકોર કાર્યકરોને માનસિકતા બદલવાની નોબત આવી છે.

પરિવર્તન@ઠાકોરસેના: ગણતરીના કલાકોમાં અલ્પેશ-ધવલ થશે ભાજપના
Advertisement

આજે બપોરે અલ્પેશ સાથે 200 કારનો કાફલો કમલમમાં જશે. અલ્પેશે જણાવ્યું હતું કે હું ખૂબ મોટા પરિવારમાં જોડાવા જઈ રહ્યો છું. જેનો આજે વિધિવત પ્રવેશ બાદ રાધનપુર અને બાયડમાં નજર મંડાશે