પરિવર્તન@સમય: પહેલા કાર્યકરો લેતા, હવે અલ્પેશે સેલ્ફી લેવાની નોબત

અટલ સમાચાર, મહેસાણા પહેલા વિવિધ ચળવળ ચલાવી ઠાકોરસેના ઉભી કર્યા દરમ્યાન અલ્પેશ સાથે જોડાવા ઠાકોર યુવકોએ પડાપડી કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે જોડાયા બાદ અલ્પેશ સાથે સેલ્ફી લેવા સૌ કોઇ આતુર હતા. કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધા બાદ અલ્પશેને સંગઠનના કાર્યકરો અને સમાજના વિવિધ કાર્યક્રમોમાં સેલ્ફી લેવાની શરૂઆત કરી છે. સમયના પરિવર્તનમાં ઘણુબધુ બદલાઇ ગયાનું
 
પરિવર્તન@સમય: પહેલા કાર્યકરો લેતા, હવે અલ્પેશે સેલ્ફી લેવાની નોબત

અટલ સમાચાર, મહેસાણા

પહેલા વિવિધ ચળવળ ચલાવી ઠાકોરસેના ઉભી કર્યા દરમ્યાન અલ્પેશ સાથે જોડાવા ઠાકોર યુવકોએ પડાપડી કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે જોડાયા બાદ અલ્પેશ સાથે સેલ્ફી લેવા સૌ કોઇ આતુર હતા. કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધા બાદ અલ્પશેને સંગઠનના કાર્યકરો અને સમાજના વિવિધ કાર્યક્રમોમાં સેલ્ફી લેવાની શરૂઆત કરી છે. સમયના પરિવર્તનમાં ઘણુબધુ બદલાઇ ગયાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં લોકસભા ચુંટણી પુર્ણ થયા બાદ અલ્પેશ ઠાકોર માટે રાજકીય જમીન ખુંદવાની કોઇ જગ્યા રહી નથી. આથી ઠાકોરસેના મજબુત કરવા અને સમાજના લગ્ન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી રાજકીય વજૂદ ટકાવી રહયા છે. અલ્પેશ ઠાકોરના ઉદયથી લઇ લોકસભા ચુંટણી પહેલા કાર્યકરો અને સમાજના નવયુવકો સેલ્ફી લેવા પડાપડી કરી રહયાની તસવીરો આવી હતી. હવે, જાણે સમય બદલાયો હોય તેમ અલ્પેશ અન્યો સાથે સેલ્ફી લેવાની તક ચુકતો નથી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાંક દિવસોથી અલ્પેશ જાણે નેતામાંથી આમ આદમી બની ગયો હોય તેમ સમર્થકો અને શુભેચ્છકો સાથે સેલ્ફી લઇ લાઇમલાઇટમાં ચમકી રહયો છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરિણામ બાદ અલ્પેશ ઠાકોરની રાજકીય દિશામાં વળાંક આવી શકે છે.