આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે બ્રાહ્મણો ની “મા બાળોજ ” નો પાટોત્સવ જોષી કલ્યાણજી કાશીરામ પરિવાર પીંપળ તરફથી રંગેચંગે અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં નવચંડી યજ્ઞ જેવા ધાર્મિક અનુષ્ઠાનનો દરેક ધાર્મિક ભાઈ- બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ ઉપરાંત દરેક માટે બપોરે ફળાહાર તથા સાંજે સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ધાર્મિક આયોજનને સફળ બનાવવામાં જોષી પરિવાર ના દિલીપભાઈ જોષી, દિનેશભાઈ જોષી, મહેશભાઇ જોષી, ભાનુભાઈ જોષી, ઉત્તમભાઈ જોષી તેમજ પરિવારના દરેક વ્યક્તિ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code