ચાણસ્મા: પીંપળ બાળોજધામ ખાતે ભાજપની સદસ્યતા કાર્યશાળા યોજાઇ

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે બાળોજધામ ખાતે રવિવારે સાંજે સંગઠન પર્વ 2019, સદસ્યતા અંતર્ગત તાલુકા ભાજપની સદસ્યતા કાર્યશાળા યોજાઇ હતી. જેમાં જીલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકાના સંગઠન પર્વના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જો, મોરચાના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકાની આઇટી સેલના ઇન્ચાર્જો, તમામ શક્તિ કેન્દ્રના પ્રમુખો, તમામ બુથ પ્રમુખો, બુથ વિસ્તારકો
 
ચાણસ્મા: પીંપળ બાળોજધામ ખાતે ભાજપની સદસ્યતા કાર્યશાળા યોજાઇ

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે બાળોજધામ ખાતે રવિવારે સાંજે સંગઠન પર્વ 2019, સદસ્યતા અંતર્ગત તાલુકા ભાજપની સદસ્યતા કાર્યશાળા યોજાઇ હતી. જેમાં જીલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકાના સંગઠન પર્વના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જો, મોરચાના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકાની આઇટી સેલના ઇન્ચાર્જો, તમામ શક્તિ કેન્દ્રના પ્રમુખો, તમામ બુથ પ્રમુખો, બુથ વિસ્તારકો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

પીંપળ બાળોજધામ ખાતે રવિવારે સાંજે યોજાયેલ આ કાર્યક્રમમાં આવનાર સદસ્યતા અભિયાનમાં ઓનલાઈન અને ઓફલાઇન કેવી રીતે સદસ્યો બનાવવા અને પાર્ટીને કેવી રીતે મજબૂત અને મોટી કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી.