આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણા નજીક ધીણોજની શાળામાં ધોરણ-12ની પરિક્ષા આપવા આવેલ વિધાર્થીને કામ અર્થે કંડક્ટર સહિતના બે ઇસમો લઇ ગયા હતા. ધીણોજથી ગોરાદવાળા રસ્તે લઇ જઇ લીંમડા સાથે બાંધી સોટીઓથી ફટકાર્યો હતો. સમગ્ર ઘટનાની ફરીયાદ ચાણસ્મા પોલીસ સ્ટેશને દાખલ થયા બાદ પંથકમાં ચકચાર મચી ગઇ છે. દલિત યુવકને અન્ય કોઇ છોકરી સાથે પ્રેમ પ્રકરણની ચર્ચાઓ વચ્ચે બનેલી ઘટનાથી સામાજીક વાતાવરણ ઉગ્ર બન્યુ છે.

ચાણસ્મા તાલુકાના મૂળ ધીણોજ ગામના રહીશ યુવક મિત ચાવડા લણવાની શાળામાં ધોરણ-12 અભ્યાસ કરે છે. હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી ધીણોજ સેન્ટરની સાર્વજનિક શાળામાં આવતો હતો. જેમાં ગત 18 માર્ચે પરિક્ષા આપવા પહોંચતા જ ધીણોજના રહીશ કંડક્ટર રમેશ પટેલ અને એક યુવક બાઇક ઉપર મિત ચાવડાને લઇ ગયા હતા. જયાંથી ગોરાદવાળા ગ્રામ્ય રસ્તા નજીક ખેતરમાં લીંમડા જોડે બાંધી દીધો હતો. જયાં સોટીઓથી ફટકારી ઇજાગ્રસ્ત કરી દોડાવીને છોડયો હતો.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટનાને પગલે વિધાર્થી પરિક્ષા આપવાથી વંચિત રહી ગયો અને ઢોર માર માર્યો હોવાથી પરિવાર હેબતાઇ ગયો છે. સ્થાનિકોમાં ઘટનાના કારણ અંગે પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

30 Sep 2020, 5:38 AM (GMT)

COVID-19 Global Stats

33,844,343 Total Cases
1,012,661 Death Cases
25,148,403 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code