આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
અટલ સમાચાર,પાટણ

પાટણના નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ચાણસ્માના રૂપપુર ખાતે જળસંરક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત વહિવટી તંત્ર દ્વારા તળાવો ઉંડા કરવા, તળાવોના ડિસીલ્ટેશન, ચેકડેમ બનાવવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

વરસાદી પાણીના સંગ્રહ ઉપરાંત પાણીના કરકસરયુક્ત વપરાશ દ્વારા જળસંચય અને જળ સંરક્ષણ માટે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાટણના નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મહિલાઓ દ્વારા રોજીંદા ઘરેલુ જીવનમાં વપરાશમાં લેવાતા પાણીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કપડા ધોવાના પાણીનો ઘરની સાફસફાઈમાં ઉપયોગ તથા રસોઈ માટે વપરાતા વધેલા પાણીનો કિચન ગાર્ડન અને ઘર આંગણાના વૃક્ષોના પિયતમાં ઉપયોગ દ્વારા પાણીનો બચાવ કરવા પ્રેરણા આપી હતી.

નેહરૂ યુવા કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અનિલકુમાર દ્વારા મહિલાઓને પાણીના યોગ્ય ઉપયોગના માર્ગદર્શન સાથે ઘરના બાળકોને પણ પાણીના યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ દ્વારા પાણીની બચત કરવા સમજુતી આપવા જણાવ્યું હતુ.

સરકાર દ્વારા ચાલતા જળ શક્તિ અભિયાનને સફળ બનાવવા લોકભાગીદારી ખુબ જ જરૂરી છે, નાગરીકો દ્વારા પાણીના વપરાશમાં નિયંત્રણ લાવવામાં આવે તો જળ સંરક્ષણ દ્વારા આવનારી પેઢી માટે પણ પાણીનો જથ્થો સુલભ્ય બનશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code