આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ચાણસ્મા

આજે ચાણસ્મા તાલુકાના ધીણોજ મુકામે રાજેશ રાજ્યગુરુ, જિલ્લા વિકાસ અધિકારી, જિ.પં.પાટણના અધ્યક્ષપણા હેઠળ તાલુકા કક્ષાની પશુપાલન શિબિર વ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું.તેમાં પશુપાલન ખાતાના પશુ તજજ્ઞ ડૉ.ગામી, ડૉ મોદી, ડૉ આર.એસ.પટેલ દ્વારા પશુપોષણ, પશુ સારવાર,પશુ રસીકરણ, પશુ સંવર્ધન બાબતે શિબિરાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું. ડૉ. એન.એસ.પટેલ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત પાટણએ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરી પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિષે સચોટ માહિતી પુરી પાડી હતી. આ શિબિરમાં ચાણસ્મા તાલુકા પંચાયત પ્રમુખ ઘેમરભાઇ દેસાઇ, જિલ્લા સદસ્ય બાબુભાઇ ચૌધરી, સરપંચ, દૂધ મંડળીના મંત્રી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ સાલ્વી, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એસ.પટેલએ ખાસ હાજરી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ કે પાટણ જિલ્લામાં ખેતીવાડી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે.ચાલુ વર્ષે અછત હોવાથી ખેતીવાડીનો પાક લગભગ નિષ્ફળ ગયેલ છે.એવા સંજોગોમાં પશુપાલન એક જ જીવાદોરી સમાન છે. જિલ્લા વિકાસ અધિકારીએ શિબિરમાં હાજર તમામ પશુપાલકોને પશુપાલન વ્યવસાય નફાકારક બનાવવા વૈજ્ઞાનિક પધ્ધતીથી પશુપાલન કરવા અનુરોધ કર્યો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code