ચાણસ્મા-પાટણ તાલુકા પંચાયતના આયોજનો વર્ષ પુર્ણતાના આરે છતાં પણ અધ્ધરતાલ

ગીરીશ જોષી, પાટણ પાટણ તાલુકા પંચાયતે આયોજન મોકલ્યું પરંતુ મંજુરી બાકી,જયારે ચાણસ્મા તાલુકાનું હજુ બન્યું નથી ચાણસ્મા અને પાટણ તાલુકા પંચાયતના આયોજનો વર્ષ પુર્ણ થવા આવ્યું તો પણ મંજૂર થઇ શકયા નથી. કોંગ્રેસ શાસિત બંને તાલુકા પંચાયતમાં શરુઆતનો વિવાદ વિવિધ વળાંકોમાંથી પસાર થયા બાદ મંઝીલે આવ્યો નથી. ચાણસ્મા તાલુકા પંચાયતનું આયોજન નવેસરથી બનાવવું પડશે જયારે પાટણ
 
ચાણસ્મા-પાટણ તાલુકા પંચાયતના આયોજનો વર્ષ પુર્ણતાના આરે છતાં પણ અધ્ધરતાલ

ગીરીશ જોષી, પાટણ

પાટણ તાલુકા પંચાયતે આયોજન મોકલ્યું પરંતુ મંજુરી બાકી,જયારે ચાણસ્મા તાલુકાનું હજુ બન્યું નથી

ચાણસ્મા અને પાટણ તાલુકા પંચાયતના આયોજનો વર્ષ પુર્ણ થવા આવ્યું તો પણ મંજૂર થઇ શકયા નથી. કોંગ્રેસ શાસિત બંને તાલુકા પંચાયતમાં શરુઆતનો વિવાદ વિવિધ વળાંકોમાંથી પસાર થયા બાદ મંઝીલે આવ્યો નથી. ચાણસ્મા તાલુકા પંચાયતનું આયોજન નવેસરથી બનાવવું પડશે જયારે પાટણ તાલુકાનું બની ગયું પરંતુ મંજુર થઇને આવ્યું નથી.

પાટણ જીલ્લા પંચાયત હેઠળની રાધનપુર,પાટણ અને ચાણસ્મા તાલુકા પંચાયતોના પમુખ અને ધારાસભ્યો વચ્ચે અગાઉ વિવાદો ઉભા થયા છે. કોંગ્રેસ શાસિત ત્રણેય તાલુકા પંચાયતના આયોજનોમાં કામોને લઇ વિવાદ બાદ રાધનપુર તાલુકાનું આયોજન મંજૂર થઇ કામો શરૃ થઇ ગયા છે. જયારે વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં પાટણ અને ચાણસ્મા તાલુકા પંચાયતના આયોજનો અધ્ધરતાલ રહયા છે. કોંગ્રેસી સદસ્યો વચ્ચે ઘર્ષણને લઇ ચાણસ્મા તાલુકા પંચાયતને અગાઉ બનાવેલું આયોજન ફરીથી બનાવવાની નોબત આવી છે. તો આ તરફ પાટણ તાલુકા પંચાયતના ટી.ડી.ઓએ જણાવ્યું હતુ કે, વિવાદ બાદ સરેરાશ બે મહિના અગાઉ આયોજન બનાવી મોકલી દીધુ છે. જોકે જીલ્લા આયોજન કચેરી ધ્વારા મંજૂર થઇને આવ્યું નથી. સુત્રોએ જણાવ્યું હતુ કે,પાટણ-રાધનપુર તાલુકાનો વિવાદ ઉકેલાઇ ગયો છે પરંતુ ચાણસ્મા તાલુકા પંચાયતમાં સત્તાધીન પાર્ટીના સદસ્યો વચ્ચેના ઝગડા અને ભાજના ધારાસભ્ય સાથે તાલમેલના અભાવે મામલો ગુંચવાયો છે.