ચાણસ્મા: ઠાકોરસેનાની સભ્ય ફી અલ્પેશ પડાવી ગયો હોવાના આક્ષેપથી ચકચાર

અટલ સમાચાર,ચાણસ્મા રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય અને ઠાકોરસેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ અવનવી બાબતો સામે આવી રહી છે. જેને લઇ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોરસેનાના કાર્યકર્તાઓ અને સમાજ ઘ્વારા અલગ-અલગ મંતવ્યો આવી રહયા છે. જેમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનું વાતાવરણ ગરમાયું છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ ઘ્વારા અલ્પેશ ઠાકોર સભ્ય ફી પડાવી ગયો હોવાના આક્ષેપ
 
ચાણસ્મા: ઠાકોરસેનાની સભ્ય ફી અલ્પેશ પડાવી ગયો હોવાના આક્ષેપથી ચકચાર

અટલ સમાચાર,ચાણસ્મા

રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય અને ઠાકોરસેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ અવનવી બાબતો સામે આવી રહી છે. જેને લઇ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોરસેનાના કાર્યકર્તાઓ અને સમાજ ઘ્વારા અલગ-અલગ મંતવ્યો આવી રહયા છે. જેમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનું વાતાવરણ ગરમાયું છે. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ ઘ્વારા અલ્પેશ ઠાકોર સભ્ય ફી પડાવી ગયો હોવાના આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે.

અલ્પેશે કોંગ્રેસથી છેડો ફાડયા બાદ ઠાકોર સમાજમાં અલ્પેશ સામે ભારોભાર વિરોધ અને સમર્થક જૂથ બહાર આવી રહયા છે. આ પરિસ્થિતિ વચ્ચે શનિવારે ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિના કાર્યકરો અને ઠાકોર સમાજ ઘ્વારા સુત્રોચ્ચાર કરી અલ્પેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઠાકોર એકતા સમિતિએ આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે, અલ્પેશ ઠાકોરે સેનાના એક-એક કાર્યકરની સભ્ય ફીનો હિસાબ આપવો જોઇએ. આ સાથે લાખો રૂપિયાનો સોદો કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. આથી આગામી સમયમાં ઠાકોર એકતા સમિતિ ઘ્વારા અલ્પેશ વિરૂધ્ધ રણનિતિ બનાવી તેનો વિરોધ કરાશે.