ગુડબાય@ભાજપ: ચાણસ્મા તાલુકાના પાર્ટી ઉપપ્રમુખનુ રાજીનામું, કોંગ્રેસમાં જશે

અટલ સમાચાર, પાટણ લોકસભા ચૂંટણીને પગલે ઉત્તર ગુજરાતમાં રાજકીય ઘમાસાણ તીવ્ર બન્યું છે. ભાજપના ચાણસ્મા તાલુકાના ઉપપ્રમુખે પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે. પ્રમુખને સંબોધિત કરેલ પત્રમાં રાજીખુશીથી પાર્ટી છોડવાનું કારણ આપ્યું છે. જોકે કોંગ્રેસમાં જોડાવાની અટકળો પણ તેજ બની છે. ચાણસ્મા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશ ચૌધરીએ અચાનક મંગળવારે પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી
 
ગુડબાય@ભાજપ: ચાણસ્મા તાલુકાના પાર્ટી ઉપપ્રમુખનુ રાજીનામું, કોંગ્રેસમાં જશે

અટલ સમાચાર, પાટણ

લોકસભા ચૂંટણીને પગલે ઉત્તર ગુજરાતમાં રાજકીય ઘમાસાણ તીવ્ર બન્યું છે. ભાજપના ચાણસ્મા તાલુકાના ઉપપ્રમુખે પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે. પ્રમુખને સંબોધિત કરેલ પત્રમાં રાજીખુશીથી પાર્ટી છોડવાનું કારણ આપ્યું છે. જોકે કોંગ્રેસમાં જોડાવાની અટકળો પણ તેજ બની છે.

ચાણસ્મા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશ ચૌધરીએ અચાનક મંગળવારે પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દીધું છે. જેનાથી પાટણ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ બાદ ભાજપને ફટકો પડયો છે. મહેશ ચૌધરીએ રાજીનામાં અંગેના કારણોમાં માત્ર રાજીખુશીથી હોદ્દા છોડતાં હોવાનું કહ્યું છે. જોકે કોંગ્રેસી આગેવાનોનાં સંપર્કમાં હોવાથી રાજકીય કારણ હોઈ શકે છે.

ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ગણતરીના કલાકોમાં મહેશ ચૌધરી આગામી ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઇ શકે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેના પગલે પાટણ જિલ્લામાં બાય બાંયનું પ્રમાણ હવે ચરમસીમાએ પહોંચી રહ્યું છે.