આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના ચાણસ્માથી રાધનપુરના હાઇવેને રિસરફેસ કરવાની તજવીજ શરૂ થઈ છે. આ માટે આંચકો લાગી જાય તેટલી રકમ ખર્ચ કરવામાં આવશે. સરેરાશ 70થી 90 કિ.મી.ના માર્ગને માત્ર રીપેરીંગ કરવા રૂપિયા 100 કરોડનો ખર્ચ કરતા હોવાનું સામે આવ્યું છે. માર્ગ-મકાનને બદલે નિગમને કામ આપવામાં આવ્યું છે.

પાટણ જિલ્લાની હદમાં આવતા ચાણસ્માથી રાધનપુર વચ્ચેના હાઇવેની મરામતનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. નવીન રોડ નહીં પરંતુ હાલના માર્ગને રિસરફેસ કરવા અધધધ. 100 કરોડ ખર્ચ કરવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર બાબતે માર્ગ-મકાનની ભૂમિકાને બદલે નિગમે કામગીરી હાથ ધરી છે.

વર્લ્ડ બેંક દ્વારા નાણાકીય સહયોગ થતો હોવાથી તેની અમલવારી માટે ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમે કવાયત શરૂ કરી છે. આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ થતા ઠેકેદારો દોડધામમાં લાગ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે પાટણ માર્ગ-મકાન વિભાગને જાણે જોઇને આનંદ થયા સિવાય કોઈ રસ્તો નથી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code